હળવદના ભલગામડા ગામે પારકી જમીન પચાવી પાડનાર મહિલા સહિત સાત વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ

- text


કાયદેસર દસ્તાવેજથી ખરીદાયેલ જમીન ઉપર પગ ન મુકવા ધમકી

હળવદ : હળવદ તાલુકાના ભલગામડા ગામની સીમમાં દસ્તાવેજથી જમીન ખરીદનાર આસામીને તેમની જ જમીન ઉપર પગ મુકશે તો હાથ પગ ભાંગી નાખવાની ધમકી આપી જમીન પચાવી પાડનાર બે મહિલા સહિત સાત વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એકટ અન્વયે ગુન્હો દાખલ થયો છે.

- text

પ્રાપ્ત વિગતો મુજબ હળવદ તાલુકાના ભલગામડા ગામે માતાના નામે જમીન ધરાવતા હળવદના જયેશભાઇ વાસુદેવભાઈ કારોડિયા નામના આસામીને આ જમીન ઉપર કબજો કરી લેનાર આરોપી બાજુબેન માવુભાઈ રજપૂત, ઘનશ્યામભાઈ માવુભાઈ રજપૂત, વિરમભાઈ માવુભાઈ રજપૂત, ગગજીભાઈ માવુભાઈ રજપૂત, નારસંગ માવુભાઈ રજપૂત, રાજુભાઇ માવુભાઈ રજપૂત અને કસુબેન માવુભાઈ રજપૂત રહે.ભલગામડા નામના શખ્સોએ ખેતીની જમીન ઉપર કબજો કરી ઉપજ મેળવવાનું શરૂ કરી ફરિયાદી જયેશભાઈને આ જમીન ઉપર બીજી વાર આવશો તો હાથ પગ ભાંગી નાખવા ધમકી આપતા આ મામલે મોરબી જિલ્લા કલેકટરના હુકમ બાદ હળવદ પોલીસ મથકમાં લેન્ડ ગ્રેબિંગ એકટ અન્વયે ગુન્હો નોંધવામાં આવ્યો છે.

- text