હળવદમાં સંભવિત વાવાઝોડાના સ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ

- text


હળવદ મામલતદાર કચેરી ખાતે અધિકારીઓની મળેલી બેઠકમાં વાવઝોડાને લઈને પરિસ્થિતિ અંગે સમીક્ષા કરાઈ

હળવદ : હળવદમાં સંભવિત વાવઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ થયું છે. જેમાં આજે હળવદની મામલતદાર કચેરીએ અધિકારીઓની બેઠક મળી હતી. જેમાં વાવઝોડાને લઈને હળવદ પંથકમાં પરિસ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી હતી.

હળવદના રણકાંઠા વિસ્તારોમાં વાવઝોડાનો વધુ ખતરો તોળાઈ રહ્યો છે. આથી હળવદના રણકાંઠા વિસ્તારોમાં રહેતા અગરિયા સહિતના લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. આજે હળવદ પંથકમાં ઘણો તેજ પવમ ફૂંકાય રહ્યો છે. ત્યારે હળવદ પંથકમાં સંભવિત વાવઝોડાની પરિસ્થિતિની સમીક્ષા કરવા હળવદની મામલતદાર કચેરીએ હળવદ મામલતદાર ચિંતનભાઈ, તાલુકા વિકાસ અધિકારી મેહુલભાઈ, ચીફ ઓફિસર નીલમબેનની આગેવાનીમાં વિવિધ કચેરીના અધિકારીઓ તેમજ સામાજિક અને સેવાકીય સંસ્થાઓ સાથે મીટીંગ યોજાઈ હતી. જેમાં જરૂર પડ્યે આ કુદરતી આપદાને પહોંચી વળવા તમામને તૈયાર રહેવાની તાકીદ કરી હતી અને અસરગ્રસ્ત વિસ્તારોમાં જરૂરી રાહત અને બચાવની કામગીરી કરવાની સૂચના આપવામાં આવી હતી.

- text

- text