વાંકાનેર નજીક રીઢો ગુનેગાર ચોરાઉ રીક્ષા સાથે ઝડપાયો 

- text


સર્વેલન્સ ટીમે શંકાસ્પદ શખ્સને અટકાવી તપાસ હાથ ધરતા જૂની ગુનાહિત કુંડળી સાથે રીક્ષા પણ ચોરાઉ નીકળી 

મોરબી : અગાઉ રાજકોટ, જામનગર, મોરબી જિલ્લાના ચોરીના ગુનામાં સંડોવાયેલ રીઢા ગુનેગારને ચોરી કરેલ સી.એન.જી.રીક્ષા સાથે વાંકાનેર તાલુકા પોલીસે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગત મુજબ વાંકાનેર તાલુકા પોલીસની સર્વેલન્સ ટિમ ઢુવા ચોકડીએ વાહન ચેકીંગમાં હોય તે દરમ્યાન બજાજ કંપનીની મેક્સીમા મોડલની સી.એન.જી. રીક્ષા રજી.નંબર GJ-03-BU-5751 નિકળતા ચેક કરતા રીક્ષા ચાલકનુ નામ ઠામ પુછતા જીતેન્દ્ર ઉર્ફે જીત ગોવીંદભાઇ પરમાર ઉ.વ.૨૪ ધંધો મજુરી મૂળ ગામ-જોડીયાવાળો હોવાનુ જણાવેલ હતું. તેની પાસે રીક્ષાના કોઇ દસ્તાવેજી કાગળો ન હોય જેથી C.R.P.C.કલમ ૪૧(૧)ડી,૧૦૨ મુજબ ધોરણસર કાર્યવાહી કરવામાં આવી હતી.

બાદમાં પોકેટકોપ મોબાઇલ મારફતે આ શખ્સનું નામ તથા રીક્ષા નંબર સર્ચ કરી તેમજ તેની સઘન પુછપરછ કરતા પોતે રીક્ષા રાજકોટ ચૌધરી હાઇસ્કુલ પાસેથી ચોરી કરેલ હોવાનુ કબુલાત આપતા રાજકોટ શહેર પદ્યુમ્નનગર પોલીસ સ્ટેશનને જાણ કરેલ છે.

- text

આ શખ્સ વિરુદ્ધ થોરાળા પોલીસ સ્ટેશન, જોડીયા પોલીસ સ્ટેશન, ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન, મોરબી સીટી એ ડીવી.પોલીસ સ્ટેશનમાં બે , જામનગર એ ડીવી.પોલીસ સ્ટેશન, પ્રદ્યુમ્નનગર પોલીસ સ્ટેશનમાં ત્રણ અને મોરબી સીટી બી ડીવી.પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાયેલ હોવાનું જાણવા મળ્યું છે.

આ કામગીરીમાં પીએસઆઇબી.પી.સોનારા, પો.હેડ.કોન્સ.મયુરધ્વજસિંહ જાડેજા, ચમનભાઇ ચાવડા, પોલીસ કોન્સ.હરીચંદ્રસિંહ ઝાલા, રવિભાઇ કલોત્રા, સંજયસિંહ જાડેજા અને વિજયભાઇ ડાંગર રોકાયેલ હતા.

- text