ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળના અમુક વિસ્તારોમાં કાલે શુક્રવારે વીજ કાપ

- text


મોરબી : ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ તા. ૦૯ના રોજ વીજપુરવઠો મેન્ટનન્સ હેતુ બંધ રાખવામાં આવનાર છે. 11 કેવી મહાદેવ જેજીવાય ફીડરમાં આવતા વીજ કનેક્શન તથા નીચી માંડલ ગામમાં સવારે 8:00 થી બપોરે 2:00 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે.

- text

66 કેવી કાલિકાનગર સબ સ્ટેશનમાંથી નીકળતા ગજાનંદ જેજીવાય તથા ડોનેટો ફીડરમા આવતા કાલિકા નગર ગામ તથા આસપાસના વિસ્તારમાં સવારે 8:00 થી 10 પાવર સપ્લાય બંધ રહેશે. મેન્ટેનન્સની કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે. તેમ નાયબ ઇજનેર, ઘુંટુ ઔધોગિક પેટા વિભાગની યાદીમાં જણાવાયું છે.

- text