મોરબી જિલ્લા કલેક્ટર, એસપીનું સબજેલમાં સઘન ચેકિંગ

- text


જેલના બંદીવાનોને મળતી સવલતો અને ખોરાક સહિતની ચકાસણી કરી

મોરબી : મોરબી જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાએ આજે સબજેલમાં સઘન ચેકિંગ કર્યું હતું અને જેલના બંદીવાનોને મળતી સવલતો અને ખોરાક સહિતની ચકાસણી કરી હતી.

મોરબી સબજેલ ખાતે આજે જીલ્લા કલેકટર જી.ટી.પંડ્યા તેમજ પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું અને જેલમાં રહેલ પુરુષ તેમજ મહિલા વિભાગ રહેતા તમામ બંદીવાનોની રૂબરૂ મુલાકાત કરવામાં આવી હતી. જેલની શિસ્ત અને સલામતી અંગેની ચર્ચા તેમજ જેલના બંદીવાનોને મળતી સવલતો અંગેની પૂછતાછ કરવામાં આવી હતી. જે બદલ બંદિવાનો દ્વારા કલેકટરને સંતોષકારક જવાબ આપવામાં આવેલ હતો. તેમજ જેલમાં આપવામાં આવતા ખોરાક તથા જેલ અંગેની અન્ય કામગીરી સંતોષ કારક જણાય આવેલ હતી. આ મુલાકાતમાં જેલ અધિક્ષક ડી.એમ.ગોહેલ તથા ઇન્ચાર્જ જેલર પી.એમ. ચાવડા સાથે જોડાયા હતા.

- text

- text