મોરબી જિલ્લામાં કુપોષણ ઘટાડવા કિશોરીઓનું આરોગ્ય સ્ક્રીનીંગ શરૂ

- text


15થી 18 વર્ષની 14692 કિશોરીઓની પૂર્ણા યોજના હેઠળ આરોગ્ય ચકાસણી કરાશે

મોરબી : મોરબી જિલ્લામાં કુપોષણ ઘટાડવા કિશોરીઓનું આરોગ્ય સ્ક્રીનીંગ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં 15થી 18 વર્ષની 14692 કિશોરીઓની પૂર્ણા યોજના હેઠળ આરોગ્ય ચકાસણી કરવામાં આવનાર છે.

આ અંગે વિગતો જાહેર કરતા જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.જાડેજાએ જણાવ્યું હતું કે પૂર્ણા યોજના હેઠળ 15થી 18 વર્ષની દીકરીઓની આરોગ્ય વિષયક ચકાસણી શરૂ કરવામાં આવી છે. જેમાં દીકરીઓની ઊંચાઈ અને વજનના આધારે બીએમઆઈ કાઉન્ટ કરવામાં આવે છે. જો 18થી 25 વચ્ચે બીએમઆઈ કાઉન્ટ આવે તો તે નોર્મલ ગણાય છે. જો આનાથી વધારે હોય તો ઓબેસિટી ગણાય અને ઓછું હોય તો કુપોષિત ગણાય છે. કુપોષિત હોવાના કિસ્સામાં દીકરીઓને શુ કેર કરવી તેની સમજ અપાઈ છે. વધુમાં હિમોગ્લોબીન ઓછું હોય તો એની દવા આપવામાં આવે છે.

મોરબી જિલ્લામાં 14692 દીકરીઓનું આરોગ્ય સ્ક્રીનીંગ કરવામાં આવનાર છે. મેડિકલ સ્ટાફ દ્વારા 170 ગામોમાં આજથી સ્ક્રીનીંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. જે કાલે પૂર્ણ થશે. ત્યારબાદ બાકીના ગામોમાં પણ સ્ક્રીનીંગ કરવામાં આવશે. વધૂમાં તમામ દીકરીઓને પૂર્ણા કાર્ડ અપાશે. તેમાં વિગત નોંધાશે બાદમાં સમયાંતરે આરોગ્ય ચકાસણી કરવામાં આવશે.

- text

- text