Bsc ના પરિણામમાં મોરબીની નવયુગ મહિલા સાયન્સ કોલેજે ટોપ-૩માં સ્થાન પ્રાપ્ત કર્યુ

- text


મોરબી: સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા તાજેતરમાં B. Sc. Sem-4 ના પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં મોરબીની નવયુગ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થીનીઓએ જિલ્લામાં ટોપ-૩માં સ્થાન પ્રાપ્ત કર્યુ છે.

નવયુગ મહિલા સાયન્સ કોલેજની વસિયાણી અંજલી ૯૧.૬૪% સાથે જિલ્લામાં પ્રથમ, વરાણીયા આરતી અને ગામી અપેક્ષા ૯૦.૭૩% સાથે દ્વિતિય, મુછડીયા નિકિતા ૮૯.૦૯% સાથે તૃતિય સ્થાન પ્રાપ્ત કરેલ છે. હાલ B. Sc Sem-1, 3,5 માં એડમિશન ચાલી રહ્યા છે. જેમાં જુજ સીટો પર એડમીશન બાકી હોવાથી તાત્કાલિક કોલેજનો સંપર્ક કરવાનો રહેશે. સર્વશ્રેષ્ઠ પરિણામ લાવવા બદલ સંસ્થાના પ્રમુખ પી ડી કાંજીયા, પ્રિન્સીપાલ ડો. વરૂણ ભીલાએ વિદ્યાર્થીનીઓ અને સ્ટાફને અભિનંદન પાઠવ્યા છે.

- text

- text