મોરબીમાં લીલાપર કેનાલ રોડનો બીજી તરફનો રસ્તો સત્વરે પૂર્ણ કરવા સીએમને રજુઆત

- text


મોરબી : મોરબી બાયપાસથી લીલાપર સુધીના કેનાલ રોડના બીજી તરફના રોડનું કામ લાંબા સમયથી અધૂરું હોય ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ કમિશનના સેક્રેટરી કાંતિલાલ બાવરવાએ આ રોડનું કામ સત્વરે પૂર્ણ કરવા રાજ્યના મુખ્યમંત્રીને રજુઆત કરી છે.
કાંતિલાલ બાવરવાએ રજુઆતમાં જણાવ્યું છે કે મોરબીમાં રાજકોટથી ૮-અ નેશનલ હાઈવે બાયપાસથી લીલાપર સુધીના કેનાલની બીજી બાજુના રોડનું કામ અધૂરું છે. મોરબી નગર પાલિકા દ્વારા આ કામ ચાલુ કરવામાં આવેલ હતું ત્યારે તત્કાલીન રાજ્ય મંત્રી બ્રિજેશ મેરજા દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવેલ હતું.
પરંતુ આ રોડનું કામ ખુબજ નબળી ગુણવતા વારુ થયેલ છે. ઘણી જગ્યા એ રોડ તૂટી જવા પામેલ છે. તાજેતરમાં ભીમાણી પ્રોવિઝન સ્ટોર પાસે તૂટેલા આ રોડનું રીપેરીંગ પણ કરવામાં આવેલ છે. પરંતુ આ રોડ નું કામ હજુ પૂરું થયેલ નથી.
વધુમાં ઘણી જગ્યાઓએ કામ અધૂરું છોડી દેવામાં આવેલ છે. અને ઘણું કામ હજુ બાકી પણ છે. અને કરેલ કામ જે તૂટી જવા પામેલ છે. તેનું દરેક જગ્યા એ રીપેરીંગ પણ કરવામાં આવેલ નથી, અને આ અધૂરા અને નબળા કામ પર  હાલ માં જયારે કામો  પુરા નથી થયા તો પણ પુરા થયા પછી.જે  રીતે પટા મારવામાં આવેલ છે તેવા પટા મારવા માં આવેલ છે. એટલે કે હવે આ બાકી કામો કરવાના નથી તેવું માનવું પડે તેવું મને લાગે છે.આ સંજોગોમાં અધૂરું કામ જલ્દી પૂરું કરવામાં આવે. અને જ્યાં નબળું કામ થયેલ છે. ત્યાં ફરી  થી કરવામાં આવે કે રીપેરીંગ કવામાં આવે અને આ રોડ લીલાપરથી બાયપાસ સુધી લોકોના ઉપયોગ માટે ખુલ્લો મુકવામાં આવે તેવી માંગ મુખ્યમંત્રી સમક્ષ કરવામાં આવી છે

- text