જેક છટક્યો… ડમ્પર દોડ્યું…. ટાયર ફરી વળતા ડ્રાઇવરનું મૃત્યુ

- text


વાંકાનેર નેશનલ હાઇવે ઉપર નિર્મળ જ્યોત પેટ્રોલ પંપ ઉપર બનેલી ઘટના 

મોરબી : વાંકાનેર – મોરબી નેશનલ હાઇવે ઉપર નિર્મળ જ્યોતિ પેટ્રોલપંપ નજીક ડમ્પરને જેક ચડાવતી વખતે જેક છટકતા ડમ્પર દોડવા લાગતા ટાયર નીચે આવી જતા ડમ્પર ચાલકનું મૃત્યુ નીપજ્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી – વાંકાનેર નેશનલ હાઇવે ઉપર કુબેર ચોકડી નજીક નિર્મળ જ્યોતિ પેટ્રોલપંપ સામે મહેશભાઈ સંગાભાઈ ડામોર રહે.લાલપર મૂળ રહે.જાબવા મધ્યપ્રદેશ નામનો યુવાન ડમ્પરમા જેક ચડાવી રહ્યો હતો ત્યારે ત્યારે અચાનક જેક છટકતા ડમ્પર આગળ દોડવા લાગતા ટાયર મહેશભાઈના હાથ અને ખભા ઉપર ચડી જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલા મહેશભાઈને મોરબી ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને બાદમાં અમદાવાદ સિવિલમા ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text