પ્રજાપતિ સમાજનું ગૌરવ : ધ્રુવીએ ધો.12 સામાન્ય પ્રવાહમાં ઉજ્જવળ પરિણામ મેળવ્યું

- text


મોરબી : મોરબી પ્રજાપતિ સમાજના યુવા અગ્રણી અને મંડપ સર્વિસના ધંધાર્થીની દીકરીએ ધો.12 સામાન્ય પ્રવાહમાં ઉજ્જવળ પરિણામ મેળવ્યું છે. આ દીકરીએ કઠોર મેહનત કરીને સારા ગુણે ઉત્તીર્ણ થતા પરિવારની ખુશીની કોઈ સીમા રહી ન હતી.

મોરબીના મંડપ સર્વિસનો વ્યવસાય કરતા પ્રજાપતિ સમાજના યુવા આગેવાન ધર્મેન્દ્રભાઈ છગનભાઇ ઉભડિયાની ઉમા વિદ્યા સંકુલમાં અભ્યાસ કરતી પુત્રી ધ્રુવીબેને કપરો સંઘર્ષ કરીને ધો. 12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં 98.06 PR મેળવી ઉભડિયા પરિવાર તેમજ પ્રજાપતિ સમાજનું નામ રોશન કર્યું છે. ધ્રુવીબેનને આગળ CA બનવાની ઈચ્છા છે. જેમાં માટે અત્યારથી જ મહેનત શરૂ કરી દીધી છે. ધ્રુવીબેન શરૂઆતથી અભ્યાસમાં તેજસ્વી છે અને ધો. 12માં પણ કઠોર મહેનત કરીને ઉજ્જવળ પરિણામ મેળવત પિતા ધર્મેન્દ્રભાઈ ઉભડીયાએ દીકરીને અભિનંદન પાઠવ્યા છે.

- text

- text