તા. 6 અને 13જૂને ઓખા- સમર સ્પેશિયલ ટ્રેન ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે

- text


મોરબી : ઉત્તર પૂર્વ રેલવેના ઔંડિયાર-ભટની સેક્શન પર પેચ ડબલિંગ કામ અને ઔંડિયાર સ્ટેશન યાર્ડ રિમોડેલિંગ માટે નોન-ઇન્ટરલોકિંગ કામને કારણે ઓખા-નાહરલાગુન સમર સ્પેશિયલ ટ્રેન તા.6 અને 13 જૂને આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે.

રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર તારીખ 06.06.2023 અને 13.06.2023ના રોજ ઓખાથી ઉપડનારી ટ્રેન નંબર 09525 ઓખા-નાહરલાગુન સમર સ્પેશિયલ ટ્રેન આંશિક રીતે ડાયવર્ટ કરેલા રૂટ વાયા વારાણસી-પં. દીન દયાલ ઉપાધ્યાય જં.-પાટલીપુત્ર-સોનપુર થઈને જશે. જે સ્ટેશનો પર આ ટ્રેન નહીં જાય તેમાં ગાઝીપુર સિટી, બલિયા અને છપરાનો સમાવેશ થાય છે.

- text

રેલવે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારો ને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનની કામગીરી સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે http://www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય

1278345107

 

- text