ધો.12 સાયન્સ અને ધો.10 બાદ 12 કોમર્સના રિઝલ્ટમાં પણ નવયુગની સિંહ ગર્જના

- text


મોરબી : બોર્ડના રિઝલ્ટમાં મોરબીના નવયુગ ગ્રુપ દ્વારા ધોરણ 12 સાયન્સ અને ધોરણ 10 બાદ આજે જાહેર થયેલ ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામોના પણ નવયુગ ગ્રુપે સિંહ ગર્જના કરી 97 ટકા જેટલું ઊંચું રિઝલ્ટ લાવી મોરબી જિલ્લામાં ડંકો વગાડ્યો છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ-12 નું જ રીઝલ્ટ જાહેર કરવામાં આવ્યુ છે જેમાં નવયુગ વિદ્યાલયની પટેલ વૈદેહી સુનિલભાઇ 99.98 PR મેળવી સમગ્ર ગુજરાત બોર્ડમાં દ્વિતીય નંબર પર તેમજ મોરબી કેન્દ્રમાં પણ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી સમગ્ર મોરબી જિલ્લાને ગૌરવ અપાવ્યું છે.

આ ઉપરાંત નવયુગ વિદ્યાલયનાં કુલ 7 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે તેમજ 30 વિદ્યાર્થીએ A2 ગ્રેડ પ્રાપ્ત કરી સમગ્ર જિલ્લાનું, નવયુગ પરિવાર તેમજ પોતાના પરિવારનું નામ રોશન કરવા બદલ નવયુગ ગ્રુપ ઓફ એજયુકેશનનાં સુપ્રિમો પી.ડી.કાંજીયા તેમજ નવયુગ પરિવાર ખૂબ ખૂબ અભિનંદન પાઠવવમાં આવ્યા છે.

- text

નોંધનીય છે કે ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં સમગ્ર બોર્ડનું રીઝલ્ટ 73.22% તેમજ મોરબી જિલ્લાનું 83.34% રીઝલ્ટ છે. જયારે તેમની સામે નવયુગ વિદ્યાલય-મોરબી શાળાનું 97% રીઝલ્ટ પ્રાપ્ત કરી શૈક્ષણિક ક્ષેત્રે મોરબી શહેર જિલ્લામાં પોતાનું સ્થાન અવલ્લ હોવાનું પુરવાર કર્યું છે.

- text