બેકાબુ ટ્રેલરે બોલેરો કારને અડફેટે લેતા એકનું મોત

- text


આજે વહેલી સવારે સર્જાયો અકસ્માત : મૃતક યુવાન ધાંગધ્રાના જસમતપુર ગામનો

હળવદ : આજે વહેલી સવારે પાંચેક વાગ્યાની આસપાસ હળવદ તાલુકાના શક્તિનગર ગામ પાસે હાઇ-વે પર બોલેરો ચાલક કાચ સાફ કરી રહ્યો હતો ત્યારે હળવદ તરફથી આવતા ટ્રેલર ચાલકે બોલેરો ગાડીને અડફેટે લેતા એકનું મોત થયું છે જ્યારે અકસ્માત સર્જી ટ્રેલર ચાલક ટ્રેલર મુકી ફરાર થઈ ગયો હતો.

બનાવવાની જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના શક્તિનગર ગામ નજીક હાઇ-વે પાસેના એક કારખાનામાં મેંદાનો લોટ ભરી ધાંગધ્રા તરફ જવા નીકળેલ બોલેરો ચાલક આનંદભાઈ કાળુભાઈ કોળી રહે જસમતપુર તા.ધાંગધ્રા શક્તિનગર થી થોડે દૂર હાઇ-વે પર આજે વહેલી સવારે પાંચેક વાગ્યાના અરસામાં બોલેરો ગાડી ઊભી રાખી કાચ સાફ કરી રહ્યા હતા ત્યારે પાછળથી પૂરપાટ ઝડપે આવતા ટ્રેલર ચાલકે બોલેરો ને અડફેટે લેતા આનંદભાઈનું ઘટના સ્થળે જ મોત થયું હતું જ્યારે ટ્રેલર ચાલક ટ્રેલર મૂકી ફરાર થઈ ગયો હતો.

- text

આ બનાવની જાણ ચૂલી ટોલનાકે વિક્રમસિંહ ને થતા તેઓ તેઓની ટીમ સાથે ઘટના સ્થળે દોડી આવી. મૃતકની લાશને પીએમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.

- text