કાલે બુધવારે મોરબી જેલ રોડ અને ઘુંટુ ઔદ્યોગિક ફીડર બંધ રહેશે

- text


મોરબી : આવતીકાલે તા.31ને બુધવારે મોરબી શહેરમા આવેલ જેલરોડ ફીડર તેમજ ઘુંટુ ઔદ્યોગિક ફીડર હેઠળ આવતા વિસ્તારો મેઇન્ટનન્સ કામગીરીને કારણે બંધ રાખવામા આવનાર હોવાનું વીજ તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.

મોરબી પીજીવીસીએલ દ્વારા જાહેર કરાયેલ યાદી મુજબ નવી લાઈન કામની કામગીરી તેમજ ફીડર સમાર કામની કામગીરી કરવાની હોવાથી મોરબી શહેર-1 પેટા વિભાગ હેઠળ આવતો 11 કેવી જેલ રોડ ફીડર સવારે 7 થી બપોરના 1 વાગ્યા સુધી બંધ રહેશે. જેથી આ ફીડરમા આવતા વણકરવાસ, રબારીવાસ,વાલ્મીકીવાસ,વજેપર, ફકરી પાર્ક, લીલાપર રોડ આવાસ ક્વાટર્સ, બોરીચા વાસ,ગૌશાળા રોડ,સ્લમ ક્વાટર્સ,કાલિકા પ્લોટ, મતવા વાસ, ખડિયા વાસ,લીલાપર રોડ મફતિયાપરા,મકરાણી વાસ, નીલકમલ સોસાયટી,રામવિજય સોસાયટી, સાત હનુમાન સોસાયટી,સબ જેલ,વાંકાનેર દરવાજા સુધીનો વિસ્તારમાં પાવર સપ્લાય બંધ રહેશ.

- text

આ ઉપરાંત ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ તારીખ 31 રોજ વુગા જેજીવાય ફિડરમા આવતા ધુુટુ ગામ તથા આસપાસની બધી સોસાયટી વિસ્તાર મા બપોરે 3 થી 5 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે જેમાં ઓસ જેજીવાય ફિડરમા આવતા તલાવીયા શનાળા ગામ તથા આસપાસનો વિસ્તારમાં સવારે 8.30 થી 12.30 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે અને વિનઆટ ફિડર સવારે 8 થી 11 તથા4થી 6 વાગ્યા સુધીવીજ પુરવઠો બંધ રહેશે. સાથે જ સીરામીક તથા શોભેશ્વર તથા શકતિ ફિડર 8.30 થી 5.30 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. જ્યારે એન્ટીલા ફિડરમા 4 થી 5 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે અને મેન્ટેનન્સની કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે તેવું જણાવાયું છે.નાયબ ઇજનેર ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ મોરબી

- text