મહાનગરના શ્રીગણેશ ! મોરબી આજુબાજુના ગામોને વિશ્વાસમાં લેવા ગ્રામસભાઓ યોજાશે

- text


સરપંચોએ પણ મહાપાલિકામાં ભળવા માટે ગ્રામસભા બોલાવી ગ્રામજનોને સમજાવવાનો અભિપ્રાય આપ્યો

મોરબી : મોરબીનો મહાનગરપાલિકા બનાવવા માટે સરકાર ગંભીરતાપૂર્વક વિચારણા કરી રહી હોય ત્યારે આજે ધારાસભ્યો અને સાંસદ સભ્યો તેમજ સરપંચોનો અભિપ્રાય લેવા માટે કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી. જેમાં હાલના તબક્કે સરપંચોએ મોરબી મહાનગરપાલિકામાં ભળવા માટે ગ્રામસભા બોલાવી ગ્રામજનોને સમજાવવાનો અભિપ્રાય આપ્યો હતો.

જિલ્લા કલેક્ટર જી. ટી. પંડ્યાએ આ બેઠક બાબતે જણાવ્યું હતું કે, ઘણા સમયથી મોરબીનો મહાનગરપાલિકા બનાવી જોઈએ તેવી લોકો અને આગેવાનોની માંગ હતી. તેને ધ્યાને લઇ સરકારમાં જરૂરી દરખાસ્ત કરવી પડે તેથી આજે ધારાસભ્યો અને મોરબી આસપાસના 18 જેટલા ગામોના સરપંચો સાથે મીટીંગ કરવામાં આવી હતી. જેમાં મોરબીમાં વર્ષ 2021થી નોટિફિકેશનથી મવડા અનલમાં છે.આ મવડામાં 38 ગામોનો સમાવેશ થયેલો ત્યારબાદ તેમાંથી કેટલાક ગામોની મવડામાંથી બાદબાકી થઈ ગઈ હતી. તેથી હવે મવડામાં મોરબી પાલિકા અને વાંકાનેર પાલિકા વિસ્તાર અને એકાદ ગામનો સમાવેશ થાય છે. સરપંચો સાથેની મીટીંગમાં મોરબી મહાનગરપાલિકા બને તો કેટલા ગામોનો સમાવેશ કરવો અને મહાનગરપાલિકામાં જે ગામોએ ભળવું હોય તો તેમને મવડામાં સમાવેશ કરવા અંગે સમિતિ આપવા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

વધુમાં મોરબી વાંકાનેર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી એટલે કે મવડામાં સમાવેશ થવા માટે કેટલા લાભો મળે અને કેટલી સરકારી ગ્રાન્ટ મળે તે અંગે પણ જાણકારી આપવામાં આવી હતી. કોઈપણ નવી વસ્તુ આવે તો તેની મળતી ગ્રાન્ટ, લાભો, સમસ્યાઓ અને લોકોની સુખાકારી વધે તે માટે સરપંચોની અભિપ્રાય લેવામાં આવ્યો હતો. જેમાં હવે પછી જે જે ગામો મહાપાલિકામાં આવતા હોય તેને સમાવવા માટે આગામી સમયમાં ગ્રામસભા યોજવાનું નક્કી કરાયું છે.

- text

મહાનગરપાલિકામાં ભળવા અંગે સરપંચોએ કહ્યું હતું કે જે ગામે અમને આગેવાન બનાવ્યા હોય તેથી અમે એકલા હાથે મહાપાલિકામાં ભળવા અંગે નિર્ણય જાહેર ન કરી શકીએ, અમારું ગામ કહે છે કે મહાપાલિકામાં ભળવા તૈયાર છીએ તો અમે પણ સંમતિ આપીશું આ માટે અધિકારીઓ લગત ગામોમાં ગ્રામસભા યોજીને ગામલોકોને મહાપાલિકામાં ભળવા અંગે રાજી કરે તેમજ મવડામાં ક્યાં ક્યાં ગામોનો સમાવેશ કરવો તેના લાભો વિશે અધિકારીઓ ગામે ગામ જઈને ગ્રામસભા કરીને લોકોને સમજવે તેવો તમામ સરપંચોએ લેટર પેટ પર લખીને કલેક્ટરને અભિયાન આપ્યો છે.

ધારાસભ્ય દુલર્ભજીભાઈ દેથરીયાએ જણાવ્યું હતું કે ધારાસભ્યો, સંસદ સભ્યો અને જુદાજુદા સમાજના અગ્રણીઓ તેમજ વિવિધ સંસ્થાઓ સરકાર સમક્ષ મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની રજુઆત કરી હતી. જેના પગલે સરકારની સૂચનાને પગલે મોરબી મહાપાલિકામાં ભળવા માટે જુદાજુદા ગામોના સરપંચો સાથે મીટીંગ યોજાઈ હતી. જેમાં સરપંચોએ હકારાત્મક અભિગમ અપયાનો દાવો કર્યો હતો અને હજુ આ અભિપ્રાય લેવા માટેની બેઠક હતી. મોરબીના વિકાસ માટે મહાપાલિકા બનાવવા માટે અમે ગંભીર હોવાનું જણાવીને આ પ્રાથમિક તબક્કો હોય હવે પછી સ્ટેપ બાય સ્ટેપ કામ કરીને કઈ રીતે મોરબીને કોર્પોરેશનનો દરજજો આપવો અને મવડાનું નિર્માણ કરવું તે અંગે નિર્ણય લઈને સરકારમાં સ્પષ્ટ દરખાસ્ત કરાશે તેમ તેમણે જણાવ્યું હતું.

- text