હળવા પંથકમાં તોફાની પવન ફૂંકાતા ઠેરઠેર વૃક્ષો અને વિજપોલ ધારાશાયી

- text


એનેક જગ્યાએ વીજ પોલ પડવાની સાથે 14થી વધુ વિજતાર તૂટી જતા 17 ફીડરો બંધ, એક વીજપોલ પડતા ગાયનું મોત

હળવા : હળવદ પંથકમાં આજે સવારે તોફાની પવન ફૂંકાતા વ્યાપક નુકશાનીના અહેવાલ મળ્યા છે. જેમાં ઠેર-ઠેર વૃક્ષો અને વીજ પોલ પડી ગયા હતા. 14 જગ્યાએ વિજતાર તૂટી જતા 17 ફીડરો બંધ થઈ ગયા હતા. જ્યારે એક વીજ પોલ ગાય ઉપર પડતા ગાયનું મોત થયું હતું.

હળવદ પંથકમાં આજે સવારે જોરદાર મીની વાવાઝોડા જેવો પવન ફૂંકાયો હતો. જોરદાર પવનને કારણે પીજીવીસીએલને ભારે નુકશાન થયું હતું. જેમાં ભારે પવનથી ઠેરઠેર મસમોટા ઘટાદાર વૃક્ષો ધરાશાયી થયા હતા.જોરદાર પવનને કારણે અનેક વૃક્ષની ડાળીઓ ભાંગી ગઈ અને અનેક જગ્યાએ વીજપોલ પડી ગયા હતા. હળવદ પંથકમાં છ વીજ પોલ ભાંગી ગયા હતા. સાથે જ 14થી વધુ જગ્યાએ વીજતાર તૂટી ગયા હતા અને 17 ફીડરો બંધ થઈ ગયા હતા. આથી યુદ્ધના ધોરણે ફીડરો ચાલુ કરવાની પીજીવીસીએલ તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે.

- text

વધુમાં જાણવા મળતી વિગતો મુજબ હળવદના સુખપર ગામે પીપળનું મોટું વૃક્ષ માથે પડતા ત્રણ વૃક્ષ જમીનદોસ્ત થઈ ગયા હતા. સાથે જ હળવદના નવા ધનાળા ગામે વાડી વિસ્તારમાં બે વીજ પોલ પડી ગયા અને મયુરનગર ગામે સીમ વિસ્તારમાં વીજ પોલ માથે પડતા એક ગાયનું મોત નીપજ્યું હતું. હળવદ પંથકમાં છ વીજ પોલ પડી ગયા અને 14 જગ્યાએ વિજતાર તૂટી ગયા અને 17 ફીડરો બંધ હોવાથી તેને ચાલુ કરવાની કામગીરી હાલ ચાલુ છે તેમ પીજીવીસીએલના અધિકારીએ જણાવ્યું હતું.

- text