મોરબીમાં 2જી જૂને મસાલ રેલી સાથે હિન્દુ સામ્રાજ્ય દિન ઉજવાશે 

- text


મોરબી: આગામી 2 જુનને શુક્રવારે મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિનની ઉજવણી કરવામાં આવશે. જે અંતર્ગત કાર અને બાઈક દ્વારા મસાલ રેલી યોજાશે.

છત્રપતિ શિવાજી મહારાજના સ્વરાજ્યના 350 વર્ષ થઈ રહ્યા છે, ત્યારે હિન્દુ સ્વરાજ્યનો પાયો નાખનાર હિન્દુ હૃદય સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યભિષેક દિવસને હિન્દુ સામ્રાજ્ય દિન તરીકે ઉજવવામાં આવે છે. જે અંતર્ગત મોરબીમાં કાર અને બાઇક દ્વારા મસાલ રેલી યોજી હિન્દુ સામ્રાજ્ય દિનની ઉજવણી થશે. મશાલ રેલી તારીખ 2/6/2023 ને શુક્રવારે રાત્રે 8:15 કલાકે આઈકોન રેસિડેન્સી ખાતેથી નીકળી કેપિટલ માર્કેટ ખાતે રાત્રે 10:00 કલાકે સંપન્ન થઈ સભામાં પરિવર્તિત થશે.

- text

મશાલ રેલીનો રૂટ આઈકોન રેસિડેન્સી, એસપી રોડ, કુળદેવી પાન, ક્રિષ્ના સ્કૂલ, બોની પાર્ક- રવાપર, વર્ધમાન એપાર્ટમેન્ટ, આલાપ રોડ, વજેપર મેઇન રોડ, શિવાજી મહારાજ સર્કલ (સબ જેલ ચોક), જેલ રોડ- વાઘપરા મેઇન રોડ, સ્વામી વિવેકાનંદ રોડ, રાજકોટ નાગરિક બેંક, ઘનશ્યામ માર્કેટ, નીલકંઠ સ્કૂલ, નરસંગ ટેકરી મંદિર, સ્વાગત ચોકડી (કેપિટલ માર્કેટ) સુધીનો રહેશે. આ રેલીમાં તમામ ભાઈઓ બહેનોને જોડાવવા જાહેર અનુરોધ કરાયો છે.

- text