અંતે મોરબીના અવની ચોકડીએ વર્ષો જૂનો વરસાદી પાણી ભરવાનો પ્રશ્ન હલ થશે

- text


1લી જૂને અવની ચોકડીએ વરસાદી પાણીના નિકાલની યોજનાનું ખાતમુહૂર્ત થશે

મોરબી : મોરબીના રવાપર રોડ અવની ચોકડીએ વર્ષો જૂનો વરસાદી પાણી ભરવાના ગંભીર પ્રશ્નનો હવે અંત આવશે. 1લી જૂને અવની ચોકડીએ વરસાદી પાણીના નિકાલની યોજનાનું ખાતમુહૂર્ત થશે.

મોરબીની અવની ચોકડીએ વર્ષોથી દર ચોમાસે વરસાદી પાણી ભરાવવાની ગંભીર સમસ્યા છે. દર વર્ષે ચોમાસામાં વરસાદી પાણી ભરાઈ જવાથી આજુબાજુની સોસાયટીના લોકોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. આથી આજુબાજુની સોસાયટીઓના રહીશોએ ઘણી વખત આ પાણીના નિકાલનું યોગ્ય નિરાકરણ લાવવાની રજુઆત કરી હતી. ત્યારે હવે તંત્ર અને સરકાર જાગી છે અને અવની ચોકડી વિસ્તાર અને આજુબાજુની સોસાયટીમાં વરસાદી પાણીની નિકાલ માટેની અવની સોસાયટીથી અવની ચોકડી સુધી પાઇપલાઇન નાખવાની યોજનાનું તા.1 જૂનના રોજ સવારે 9-30 કલાકે ખાતમુહૂર્ત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, પ્રદેશ ઉપાલધ્યક્ષ જયંતીભાઈ કવાડિયા, ધારાસભ્ય દુર્લભજી દેથરીયા, રણછોડભાઈ દલવાડી, રિશીપ કૈલા, લાખાભાઈ જારીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.

- text

- text