શાસ્ત્રોક્ત સાત ફેરા ! મોરબીમાં યોજાયો અનોખો લગ્નોત્સવ

- text


રજીસ્ટર્ડ મેરેજ કરનાર યુગલોના સેવાભાવી સંસ્થા દ્વારા અગ્નિની સાક્ષીએ શાસ્ત્રોક્ત વિધિથી લગ્ન કરાવાયા 

મોરબી : રજિસ્ટર્ડ લગ્ન કરેલા યુગલો માટે મોરબીમાં મોરબીના વાત્સલ્ય ફાઉન્ડેશન તેમજ હિતમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શાસ્ત્રોક્ત સાત ફેરા લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.

આજના સમયમાં યુવાનો પોતાની મરજી મુજબ જીવન સાથી શોધતા થઈ ગયા છે અને પ્રેમ લગ્ન કે રજિસ્ટર્ડ મેરેજનું પ્રમાણ વધ્યું છે ત્યારે સંસ્કૃતિ અને લગ્નવિધિનું મહત્વ જળવાય રહે તેમજ રજિસ્ટર્ડ મેરેજ વાળાઓ યુગલોને હિન્દુ સંસ્કૃતિ મુજબ લગ્ન કરવા પણ જરૂરી હોવાનું સમજાવવા મોરબીના

વાત્સલ્ય ફાઉન્ડેશન અને હિતમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રજિસ્ટર્ડ લગ્ન કરનાર યુગલો માટે શાસ્ત્રોક્ત સાત ફેરા લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ તકે, વાત્સલ્ય ફાઉન્ડેશનના પ્રમુખ ડો.પરેશ પારીઆ અને હિતમ ચેરીટેબલ ટ્રસ્ટ પ્રમુખ ડો.હાર્દિક જેસવાણીના જણાવ્યુ હતું કે, સાત ફેરા કાર્યક્રમ યોજવાનો મુખ્ય હેતુ રજીસ્ટર્ડ લગ્ન કરનાર યુગલોને હિન્દુ ધર્મ મુજબ જ્યાં સુધી અગ્નિના સાત ફેરા અને પરિવારના દિલથી આશીર્વાદના મળે ત્યાં સુધી સુખી અને સારું દામ્પત્ય જીવન નથી જીવાતું તેવો સંદેશ આપવાનો હતો.આ અનેરા સમુહ લગ્નોત્સવમાં બહોળી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.

- text

- text