મોરબી પરશુરામધામ ખાતે નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખનું સન્માન કરાયું 

- text


પરશુરામધામ ટ્રસ્ટ, મોરબી જિલ્લા બ્રહ્મ સમાજ તેમજ પરશુરામ યુવા ગ્રુપ મોરબી દ્વારા આયોજન 

મોરબી : મોરબીના નવલખી રોડ પર આવેલા પરશુરામધામ ખાતે પરશુરામધામ ટ્રસ્ટ, મોરબી જિલ્લા બ્રહ્મ સમાજ તેમજ પરશુરામ યુવા ગ્રુપ મોરબીના સંયુક્ત ઉપક્રમે મોરબી જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ રણછોડભાઈ દલવાડીનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો.

મોરબી પરશુરામ ધામ ખાતે ભાજપના નવા જિલ્લા પ્રમુખ રણછોડભાઈ દલવાડીનું સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, પરશુરામ ધામ ટ્રસ્ટના પ્રમુખ ભુપતભાઈ પંડ્યા, નવનિયુક્ત ટ્રસ્ટી સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજ અનિલભાઈ મહેતા, મોરબી ભાજપ જિલ્લા ઉપાધ્યક્ષ હસુભાઈ પંડ્યા, મોરબી જિલ્લા બ્રહ્મ સમાજ પ્રમુખ ભરતભાઈ ઓઝા, વાંકાનેર બ્રહ્મસમાજ આગેવાનો ભાજપ યુવા મહામંત્રી તપનભાઈ દવે, મહામંત્રી નીરજભાઈ ભટ્ટ, પરશુરામ યુવા ગ્રુપ પ્રમુખ અતુલભાઈ જોશી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જયદીપભાઈ મહેતા, કમલભાઈ દવે, મહીધરભાઈ દવે, ધરમભાઈ રાવલ, યજ્ઞેશભાઇ રાવલ, વિજયભાઈ રાવલ, મનીષભાઈ જોશી, વૈભવભાઈ ભટ્ટ, દીપભાઈ પંડ્યા, જીગરભાઈ પ્રણવભાઈ ત્રિવેદી, કૌશિકભાઈ વ્યાસ, હરીશભાઈ પંડ્યા, સુરેશભાઈ જોશી, વિનુભાઈ પંડ્યાએ જેહમત ઉઠાવી હતી. આ તકે, બહોળી સંખ્યામાં ભૂદેવો ઉપસ્થિત રહ્યા હતા, કાર્યક્રમનું સફળ સંચાલન બ્રહ્મ સમાજ મોરબી જિલ્લા મહામંત્રી ચિંતનભાઈ ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું.

- text

- text