મંગળ ગ્રહ ઉપર નદી હોવાના મળ્યા પુરાવા

- text


મોરબી : મંગળ ગ્રહ પર મોટી નદી હોવાના પુરાવા મળ્યા છે. અંતરિક્ષ સંસ્થા નાસા અને ચીનના રોવરને મંગળ ગ્રહ ઉપર પાણી હોવાના સંકેત મળ્યા છે.

મંગળ ગ્રહ અને ચંદ્ર ઉપર ભારત સહિત વિશ્વભરના વૈજ્ઞાનિકો સંશોધનો કરી રહ્યા છે ત્યારે અંતરિક્ષ સંસ્થા નાસાના પર્સિવરેન્સ રોવર અને ચીનના ઝુરોંદગ રોવરને મંગળ ગ્રહ પર મોટી સફળતા મળી છે. મંગળ ગ્રહ પર રોવરને વહેલી નદીઓ અને ભીની રેતની ટેકરીઓના સંકેતો મળ્યા છે. ચીનના રોવર દ્વારા જાણવા મળ્યું છે કે, લગભગ ચાર લાખ વર્ષ પહેલાં અતિશય ઠંડીને કારણે રેતીના ટેકરા થીજી ગયા હશે.

બીજી તરફ નાસાના પર્સિવરેન્સ રોવર દ્વારા સંકેત મળ્યો છે કે, શક્તિશાળી જળમાર્ગે ખાડામાં પોતાનો રસ્તો બનાવ્યો હશે, જેના કારણે ખાડામાં ઘણુ પાણી પડ્યું હશે. નાસાના પર્સિવરેન્સ રોવરને મંગળ ગ્રહ પર અત્યાર સુધીની સૌથી મોટી નદી મળી છે. ખડકોના કદ પરથી એવું અનુમાન લગાવાયું છે કે, આ નદી કેટલીક જગ્યાએ 66 ફૂટથી વધુ ઊંડી હતી.

- text

નાસાએ તેના નિવેદનમાં જણાવ્યું છે કે, આ સંશોધનથી તે સ્પષ્ટ છે કે એક શક્તિશાળી નદી તેની સાથે ઘણો કાટમાળ લઈને આવી છે. નદીનો પ્રવાહ જેટલો વધુ શક્તિશાળી હોય છે, પ્રવાહ તેટલો જ સરળતાથી મોટા ટુકડાને આગળ વધતો હોય છે. અન્ય ગ્રહ પર આવા ખડકો જોવા મળવા અને પરિચિત પ્રક્રિયાઓ હોવી ખૂબ જ આનંદની વાત છે.

છેલ્લા બે વર્ષથી નાસાના પર્સિવરેન્સ રોવરે રેતીના ખડકોના 820 ફૂટ ઊંચા ઢગલા પર સંશોધન કરી રહી છે. આ રેતીના ખડકોનો ઢગલો 820 ફુટ લાંબો અને ગોળાકાર છે, જે વહેતા પાણીના સંકેતો આપે છે. આ ગોળાકાર વચ્ચે એક જગ્યાને સ્પ્રિંકલ હેવન નામ પણ આપવામાં આવ્યું છે.

- text