ધોરણ 10માં સામાન્ય પશુપાલકની દીકરીએ મેળવી અસામાન્ય સિદ્ધિ

- text


સામાન્ય દૂધ વચેતા પરિવારની પુત્રીએ ધો. 10ની પરીક્ષામાં ઉજ્જવળ સિદ્ધિ મેળવી માલધારી સમાજનું ગૌરવ વધાર્યું

હળવદ : આજે ધો. 10ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. આ પરિણામમાં ઘણા સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓએ મોટી સિદ્ધિ મેળવી છે. જેમાં હળવદના પશુપાલકની પુત્રીએ ધો.10ની પરીક્ષામાં 97 ટકા પીઆર મેળવી જ્વલંત સિદ્ધિ મેળવી છે. સામાન્ય દૂધ વચેતા પરિવારની પુત્રીએ ધો. 10ની પરીક્ષામાં ઉજ્જવળ સિદ્ધિ મેળવી માલધારી સમાજનું ગૌરવ વધાર્યું છે.

- text

હળવદના પશુપાલક દેવસીભાઈ દૂધવાળાની નવનિર્માણ વિદ્યાલયમાં અભ્યાસ કરતી પૌત્રી શ્રેયાબેન વીરેન્દ્રભાઈ સરૈયાએ ધો. 10 ની પરીક્ષામાં 97 પીઆર મેળવી માલધારી પરિવાર તેમજ સ્કૂલનું નામ રોશન કર્યું છે. ધો. 10માં સારું પરિણામ મેળવનાર શ્રેયાબેન કહે છે કે, ધો. 10નો અભ્યાસ ચાલુ થયો ત્યારથી લક્ષ્ય નક્કી કરીને અભ્યાસમાં ખૂબ જ ધ્યાન આપતી અને અભ્યાસમાં હું નાનપણથી તેજસ્વી હોવાથી અભ્યાસમાં મને ખુબ રુચિ હતી. મારો પરિવાર સામાન્ય પશુપાલન સાથે જોડાયેલો છે. આમ છતાં હું ભણવામાં હોશિયાર હોવાથી મારા માતાપિતા સહિત સમગ્ર પરિવારે મને સારી સ્કૂલમાં શિક્ષણ આપવામાં ભારે મહેનત કરી હતી અને સ્કૂલનો પણ સારો સહયોગ રહ્યો હતો જેના પરિણામે આજે ધો. 10માં સારી સિદ્ધિ મેળવી શકી છું.

- text