મોરબીના સામાન્ય પરિવારના પુત્રએ ધો.10માં ઉચ્ચ પરિણામ મેળવ્યું

- text


શરૂઆતથી કઠોર પરિશ્રમ કરીને ધારી સફળતા મેળવી, વિદ્યાર્થીએ આ સફળતાનો શ્રેય માતા-પિતા અને શિક્ષકોને આપ્યો

મોરબી : મોરબીના સામાંકાંઠે રહેતા સામાન્ય પરિવારના પુત્રે ધો. 10 માં અસામાન્ય સિદ્ધિ મેળવી છે. જેમાં તેણે 10માં 99.8 પીઆર મેળવ્યા છે. શરૂઆતથી કઠોર પરિશ્રમ કરીને ધારી સફળતા મેળવી છે અને આ વિદ્યાર્થીએ આ સફળતાનો શ્રેય માતા-પિતા અને શિક્ષકોને આપ્યો છે.

મોરબીના સામાંકાંઠે નઝરબાગ રેલવે સ્ટેશન પાછળ આવેલ ગાંધી સોસાયટીમાં રહેતા મૂળ આંદરણા ગામના વતની એવા સામાન્ય પરિવારના વિનોદભાઈ પોપટભાઈ ચાવડાના પુત્ર અંશ વિનોદભાઈ ચાવડાએ ધો. 10ના આજે જાહેર થયેલા પરિણામમાં ઉજ્જવળ સિદ્ધિ મેળવી છે.અંશ વિનોદભાઈ ચાવડાએ ધો. 10માં 90.16 ટકા સાથે 99.08 પીઆર સાથે ઉત્કૃષ્ઠ સિદ્ધિ મેળવી છે. અંશના પિતા વિનોદભાઈ તેમના વિસ્તારમાં સામાન્ય કરીયાણા અને શાકભાજીની દુકાન ચલાવે છે. તેમનો પરિવાર સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતો હોવા છતાં પુત્ર અંશની નાનપણથી ભનવવામાં તેજસ્વીપણાને લીધે આ વિસ્તારની સારી સ્કૂલ સાર્થક સ્કૂલમાં પુત્રને ભણાવ્યો છે. અંશ પોતાની સિદ્ધિ વિશે કહે છે કે, તે ભણવામાં ખૂબ જ હોશિયાર છે. પણ માતાપિતા અને સાર્થક સ્કૂલના સંચાલકો તેમજ શિક્ષકોનો સહયોગ ન મળ્યો હોત તો આટલી સિદ્ધિ ન મેળવી શક્યો હતો. ધો. 10માં શરુઆતમાં તેણે સિદ્ધિ મેળવવાનો ગોલ નક્કી કરીને અભ્યાસમાં ખૂબ ધ્યાન આપી કઠોર પરિશ્રમ કર્યો હતો. સાથેસાથે ઘરે પરીક્ષા વખતે રિવિઝન અને અભ્યાસ દરમિયાન માતાપિતાએ ખૂબ જ ધ્યાન આપ્યું હતું અને સ્કૂલના શિક્ષકોએ જ્યારે પણ જરૂર પડે ત્યારે યોગ્ય માર્ગદર્શન અને અભ્યાસ કરાવ્યો હતો. દરરોજ જે વર્ગખંડમાં અભ્યાસ કરાવતા તે ઘરે જઈને રિવિઝન કરી લેતો અને પરીક્ષા વખતે પણ યોગ્ય ટાઈમ ટેબલ નક્કી કરીને ગહનતાથી મન દઇને અભ્યાસ કરતો જેથી આજે તેને ઘારી સફળતા મેળવી છે. પુત્રની આ સિદ્ધિ જોઈને માતાપિતા ગદગદિત થઈ ગયા છે. અંશને આગળ એન્જિનિયર બનવાની ઈચ્છા છે. અંશે ધો. 10માં આ સિદ્ધિ મેળવી આંદરણા ગામ અને પરિવાર તેમજ સ્કૂલનું નામ રોશન કર્યું છે.

- text

- text