ધો.10ના પરિણામમાં મોરબીનો નવયુગ વિદ્યાલયના વિદ્યાર્થી બોર્ડમાં પ્રથમ

- text


મોરબી : બોર્ડની પરીક્ષામાં ઉજ્જવળ પરિણામ મેળવનાર મોરબીની નવયુગ સ્કૂલે ફરી ધો.10ની પરીક્ષામાં મેદાન માર્યું છે અને ધો.10ના પરિણામમાં નવયુગ વિદ્યાલયે ડંકો વગાડી એક વિદ્યાર્થી બોર્ડમાં પ્રથમ આવતા સમગ્ર નવયુગ સ્કૂલમાં હર્ષની લાગણી છવાઈ છે.

આજે ધોરણ-10 નું જ રીઝલ્ટ આવ્યુ છે. તેમાં મોરબીની નવયુગ વિદ્યાલયના ચારોલા સ્મિત જીતેશભાઇએ 99.99 PR મેળવી સમગ્ર ગુજરાત બોર્ડમાં પ્રથમ નંબરનું તેમજ મોરબી જીલ્લામાં પણ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી સમગ્ર મોરબી જિલ્લાને ગૌરવ અપાવ્યું છે.

- text

આ ઉપરાંત નવયુગ વિદ્યાલયનાં કુલ 23 જેટલાં માતબાર વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કરી સમગ્ર જિલ્લાનું નવયુગ પરિવાર તેમજ પોતાના પરિવારનું નામ રોશન કરવા બદલ નવયુગ ગ્રુપ ઓફ એજયુકેશનનાં સુપ્રિમો પી.ડી.કાંજીયા સર તેમજ નવયુગ પરિવાર ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે. તેમજ ધોરણ-10નું સમગ્ર બોર્ડનું રીઝલ્ટ 64.62% તેમજ મોરબી જિલ્લાનું 75.43% રીઝલ્ટ છે. જયારે તેમની સામે નવયુગ વિદ્યાલય-મોરબી શાળાનું 96% રીઝલ્ટ પ્રાપ્ત કરેલ છે.

- text