યુવતીને બ્લેક મેઈલ કરી લગ્ન કરવા દબાણ કરનાર મુસ્લિમ યુવક વિરુદ્ધ ફરિયાદ

- text


હળવદના નવા દેવળીયા ગામના શખ્સે યુવતીનો મોબાઈલ નંબર મેળવી આચરેલું કારસ્તાન : યુવતી અને પરિવારને પણ મારી નાખવા ધમકી આપી

મોરબી : હળવદના નવા દેવળીયા ગામના મુસ્લિમ શખ્સે માળીયાના એક ગામડાની અભ્યાસ કરતી યુવતીના યેનકેન પ્રકારે મોબાઈલ નંબર મેળવી વિશ્વાસ કેળવી બાદમાં મોરબી બોલાવી ફોટા પાડી બ્લેક મેઇલ કરવાનું શરૂ કરી ધરાર લગ્ન કરવા દબાણ કરી યુવતી અને પરિવારને જાનથી મારી નાખવા ધમકી આપતા આ ગંભીર બનાવ મામલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

સમાજ માટે લાલબત્તી રૂપ અને આજકાલની યુવતીઓ માટે ચેતવણી રૂપ આ કિસ્સાની વિગત જોઈએ તો માળીયા તાલુકાના એક ગામની યુવતીના આઠેક મહિના પહેલા યેનકેન પ્રકારે નંબર મેળવી હળવદ તાલુકાના નવા દેવળીયા ગામના એઝાઝ અલાઉદિન હિંગળોજા નામના શખ્સે વિશ્વાસ કેળવી લઈ મિત્રતા બાંધી હતી. બાદમાં આ શખ્સે યુવતીને તેની ફ્રેન્ડ મોરબીના કંડલા બાયપાસ ઉપર આવેલ કામધેનુ પાર્ટી પ્લોટ પાસે તેની ફ્રેન્ડ આવી હોવાનું કહી કામધેનુ પાર્ટી પ્લોટમાં બોલાવી યુવતી સાથે અલગ અલગ જગ્યાએ ફોટા પાડી લીધા હતા.

- text

બીજી તરફ હળવદ તાલુકાના નવા દેવળીયા ગામના એઝાઝ અલાઉદિન હિંગળોજા નામના શખ્સ પાસે યુવતીના ફોટા આવી જતા આ ફોટાને આધારે યુવતીને બ્લેક મેઈલ કરવાનું શરૂ કરી અલગ અલગ જગ્યાએ બોલાવી શારીરિક અડપલા કરી અશ્લિલ માંગણી કરી લગ્ન કરવા દબાણ શરૂ કર્યું હતું. જો કે યુવતી તાબે ન થતા એઝાઝ નમના આ શખ્સે યુવતી અને તેના પરિવારને જાનથી મારી નાખવા ધમકી આપવાનું શરૂ કરતા અંતે યુવતીએ હિમંત દાખવી મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.

હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસે યુવતીની ફરિયાદને આધારે હળવદ તાલુકાના નવા દેવળીયા ગામના એઝાઝ અલાઉદિન હિંગળોજા નામના શખ્સ વિરુદ્ધ આઇપીસી કલમ 354 (એ), 354 (ડી) અને 506 (2) મુજબ ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

 

- text