મોરબીમાં વધુ બે બાઈક ઉઠાવી જતા વાહનચોર

- text


મોરબી : મોરબી શહેરમાં વાહનચોર તસ્કરો રોજે રોજ વાહન ચોરીને અંજામ આપી રહ્યા કગે ત્યારે સિવિલ હોસ્પિટલના પાર્કિંગ અને ગ્રીન ચોકમાંથી વધુ બે બાઇકની ચોરી થતા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં વાહનચોરી અંગે ફરિયાદ નોંધાઇ છે.

પ્રથમ ફરિયાદમાં મોરબીના મહેન્દ્ર ડ્રાઇવ રોડ ઉપર દેશળબાપુ હોલ પાછળ શેરીમાંથી અજાણ્યો તસ્કર ધવલભાઈ જીતેન્દ્રભાઈ સોલંકીનું રૂ.20 હજારની કિંમતનું બાઈક ચોરી જતા ફરિયાદ નોંધાઇ છે.

- text

જ્યારે મોરબી સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાંથી પ્રિન્સ જયસુખભાઈ ભટ્ટી નામના યુવાનનું રૂપિયા 20 હજારનું બાઈક ચોરાઈ જતા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

- text