મોરબી ગ્રામ્ય વિસ્તારમાં સગીરા પર દુષ્કર્મ ગુજારનાર આરોપી ઝડપાયો

- text


મહેન્દ્રનગરના શખ્સને પોલીસે દબોચી લઈ રિમાન્ડની તજવીજ હાથ ધરી

મોરબી :મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી 15 વર્ષની સગીરાને મહેન્દ્રનગરનો શખ્સ અપહરણ કરીને લઇ ગયા બાદ મોરબી અને વાંકાનેરમાં અલગ – અલગ જગ્યાએ દુષ્કર્મ આચાર્યા બાદ પરત ઘેર મૂકી જતા આ મામલે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે તત્કાળ કાર્યવાહી કરીને આરોપીને દબોચી લીધો હતો.

- text

મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી 15 વર્ષીય સગીરાને ગત તા.7 મે ના રોજ મહેન્દ્રનગર વિસ્તારમાં રહેતો કાનો ચંદુભાઈ રૂદાતલા ઉ.વ.22 નામનો શખ્સ અપહરણ કરીને લઈ ગયો હતો અને સગીરા સાથે આરોપી કાનાએ વાંકાનેર તેમજ મોરબીમાં મિત્રના ઘરે સગીરા ઉપર અવાર-નવા દુષ્કર્મ આચર્યું હતું. આ ગંભીર કેસમાં સગીરા ઉપર દુષ્કર્મ ગુજારનાર આરોપી બાદમાં તા.10 મે ના રોજ સગીરાને પરત ઘેર મૂકી જતા આ મામલે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે ફરિયાદ નોંધીને તત્કાળ આરોપી કાનો ચંદુભાઈ રૂદાતલાને ઝડપી રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.

- text