યંગ ઇન્ડિયા ગ્રૂપે પરીક્ષાર્થીઓ માટે રહેવા-જમવા અને પરીક્ષા સ્થળે પોહચાડવાની પણ વ્યવસ્થા કરી

- text


ઉમેદવારો અને તેમની સાથે આવેલા વાલીઓ માટે રહેવા જમવાની વ્યવસ્થા કરીને તેમના પરીક્ષા સ્થળે પણ પહોંચાડ્યા

મોરબી : મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપે તલાટી મંત્રીની પરીક્ષાના 1500 જેટલા ઉમેદવારો માટે રહેવા જમવાની વ્યવસ્થા કરી હતી અને ઉમેદવારોને રહેવા જમવાની વ્યવસ્થા કરીને તેમના પરીક્ષા સ્થળે પણ પહોંચાડ્યા હતા.

રાષ્ટ્પ્રેમને વરેલા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા તલાટી મંત્રીની પરીક્ષાના ઉમેદવારોને મદદરૂપ થવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં બહારગામના 1500 જેટલા ઉમેદવારો તેમના વાલીઓ, સબંધીઓ માટે રહેવા જમવાની વ્યવસ્થા કરી હતી. બહારગામથી આ લોકો મોરબી આવે ત્યારે તેમને લઈ આવવાની, રહેવાની પાછા પરીક્ષા સ્થળે હળવદ, ટંકારા, વાંકાનેર, મોરબી શહેરમાં અન્ય વિસ્તારોમાં પરીક્ષા સ્થળે પહોંચાડવાની વાહન વ્યવસ્થા કરી હતી. તેમજ પરત લઈ આવી જમાડવાની પણ વ્યવસ્થા કરી હતી. આ રીતે યંગ ઇન્ડિયા ગ્રુપના કાર્યકરોએ મોરબી જિલ્લા વહીવટી તંત્ર અને મોરબી નગરપાલિકાના સહયોગથી પરિક્ષાર્થીઓને બનતી તમામ મદદ કરી હતી. જેમાં અનેક ઉમેદવારોને એક દિવસ રહેવા તેમજ સ્વાદિષ્ટ જમવાની વ્યવસ્થા કરી હતી. સાથેસાથે ઉમેદવારોને તેમના પરીક્ષા સ્થળે પણ પહોંચાડ્યા હતા તેમ યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું.

- text

- text