આકોલવાડીની કાર્બાઇડ ફ્રી અને એકદમ ઓર્ગેનિક કેરી હવે મોરબીમાં..!

 

ખેડૂતો દ્વારા કાર્બાઇડ કે કેમિકલ વગરની ઓરીજનલ ઝાડ પર પાકેલી કેરીનું વ્યાજબી ભાવે વેચાણ : ઘરઆંગણે સીધી ફાર્મમાંથી જ તોડેલી નેચરલ કેરી મળી રહી હોય તો શું કામ કાર્બાઇડવાળી કેરી ખાવી જોઈએ ?

મોરબી: મોરબીમાં હાલ કેસર કેરી નામે કાર્બાઇડથી પકવેલી કેરી ધાબડી દેવામાં આવે છે. મોરબીવાસીને કાર્બન ફ્રી અને કુદરતી રીતે પકવેલી એકદમ તાજી કેસર કેરીનો સ્વાદ ભરપૂર માણી શકે તે માટે મોરબીમાં ગીર સોમનાથના ખેડૂતો દ્વારા સીધુ જ કેસર કેરી વ્યાજબી ભાવે વેચાણ કરવામાં આવે છે. જેમાંથી લોકોને એકદમ હેલ્ધી કેરી મળવાની સાથે ખેડૂતોને પણ સીધો નફો થાય છે.

ઉનાળો મધ્યાહ્નને પહોંચે અને ફળોના રાજા ગણાતા કેરીની ડિમાન્ડ વધે તે સ્વાભાવિક છે. તમામ જાતની કેરીમાં કેસર કેરીની વાત જ અનોખી છે. સ્વાદ એકદમ મધમીઠો. ત્યારે આ ઉનાળા દરમિયાન મોરબીમાં કેસર કેરીની ડિમાન્ડ પુરી કરવા માટે ઠેર ઠેર કેરીનું વેચાણ થઈ રહ્યું છે. પણ જે ઓર્ગેનિક વસ્તુ માર્કેટમાં ઓછા પ્રમાણમાં આવતી હોય, મોરબીવાસીઓને કાર્બાઇડ ફ્રી અને કુદરતી રીતે પકવેલી કેસર કેરી ખવડાવવા ગીર સોમનાથના આકોલવાડી ગામના ખેડૂતો દ્વારા છેલ્લા 5 વર્ષથી મોરબીમાં વેચાણ કરી રહ્યા છે.

અહીં ખેડૂતો દ્વારા લોકોને કાર્બાઇડ કે કેમિકલ કોઈપણ પ્રકારના સ્પ્રે વગર સીધી જ આંબામાંથી તોડેલી કેરીઓનું વેચાણ કરી રહ્યા છે. લોકો કોઈપણ પ્રકારનું નુકશાન વગર સીધું જ ફળ ખાઇ શકે તેવા ઉદ્દેશથી ઓર્ગેનિક કેરીના સ્ટોલનું આયોજન કર્યું છે. હાલમાં વ્યાજબી ભાવ અને શુધ્ધતાવાળી કેરી માટે સ્ટોલનું આયોજન કરેલ છે.

માધવ માર્કેટની સામે,
ઉમિયા સ્ટીલની બાજુમાં,
શનાળા રોડ, મોરબી
ભાવિક વેકરિયા
મો.નં.9773179380
મો.નં.8141880483