ધ કેરેલા સ્ટોરી ફિલ્મને કરમુક્ત કરવા મુખ્યમંત્રીને રજુઆત

- text


મોરબી જિલ્લા યુવા ભાજપ મંત્રીની રજૂઆત 

મોરબી : હાલમાં રિલીઝ થયેલી ધ કેરેલા સ્ટોરી ફિલ્મને ગુજરાતમાં કરમુક્ત કરવા મોરબી જિલ્લા યુવા ભાજપના મંત્રી રવિ પટેલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરી છે.

- text

રવિ પટેલે જણાવ્યું છે કે, ધ કેરેલા સ્ટોરી ફિલ્મને કેરાલામાં ચાલતા લવ જેહાદની ઘટના પર આધારિત છે. ખાસ કરીને લવ જેહાદથી દીકરીઓને બચાવવી જરૂરી હોય આ ફિલ્મની સ્ટોરી ઉજાગર થાય તો આવી ઘટનાઓથી સમાજ તથા દીકરીઓને ફસાતી બચાવી શકાય ત્યારે આ ફિલ્મનો ખૂબ મોટા પ્રમાણમાં પ્રચાર પ્રસાર કરી લોકોને આ ફિલ્મને જોવા માટે પ્રેરિત કરવા ગુજરાતમાં ધ કેરેલા સ્ટોરી ફિલ્મ કરમુક્ત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

- text