છતર નજીક એસટી બસે બાઈકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો

- text


ટંકારા : રાજકોટ – મોરબી હાઇવે રોડ ઉપર છતર નજીક એસટી બસે આગળ જઈ રહેલ બાઈકને ઠોકર મારી હડફેટે લેતા આ અકસ્માત અજાણ્યા મોટરસાયકલ સવાર ઇજાગ્રસ્ત થતા 108 મારફત સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

બનાવ અંગે મળતી વિગતો મુજબ રાજકોટ – મોરબી રોડ ઉપર ટંકારા તાલુકાના છતર ગામ નજીક આજે બપોરે સાડા ત્રણેક વાગ્યાના સુમારે મોરબી તરફ આવતી મિનીબસે આગળ જઈ રહેલા મોટર સાયકલને ઠોકર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં અજાણ્યા બાઈક ચાલકને ઇજા પહોંચી હોય તાત્કાલિક 108 ને જાણ કરતા ચાલું સારવારે વધુ સારવાર માટે મોરબી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાનુ જાણવા મળ્યું છે.

- text

અત્રે ઉલ્લેખનીય છે કે અકસ્માત બાદ હાઈવે પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને થોડીવાર માટે ટ્રાફિક જામ થઈ ગયો હતો. જોકે ચેક પોસ્ટ બંદોબસ્તમા રહેલ કર્મચારી તાકીદે પહોંચી ટ્રાફિક વ્યવસ્થાની પરિસ્થિતિ કાબુ કરી હતી.

- text