મોરબીમા કોરોનાને આજે રવિવારની રજા ! શૂન્ય કેસ

- text


મોરબી : મોરબી જિલ્લામાં આજે પણ કોરોના માટે રાહતના સમાચાર છે, આજે રવિવારે ટેસ્ટિંગ ઘટી ગયું છે અને એક પણ કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યો નથી સાથે જ એક્ટિવ કેસનો આકડો બે ઉપર અટક્યો છે.

મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આજે શહેર અને જિલ્લામાં કુલ 8 શંકાસ્પદ સેમ્પલની ચકાસણી કરતા એક પણ પોઝિટિવ કેસ સામે આવ્યો નથી, જો કે, આજે મોરબીના એક પણ દર્દી રિકવર થયા નથી અને જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા બે ઉપર યથાવત રહી છે.

- text

- text