મોરબીના વતની પ્રોફેસર પીએચડી થયા

- text


મોરબી : મૂળ મોરબી નિવાસી હાલ ડો. જીવરાજ એન. મહેતા સરકારી પોલીટેકનીક, અમરેલી ખાતે ડીપ્લોમા વિભાગમાં અંગ્રેજી વિષયના વ્યાખ્યાતા (GES – CLASS – II) તરીકે ફરજ બજાવતા પીઠડીયા નિતીનકુમાર વિનોદરાયએ મોરબીની એમ.એમ સાયન્સ કોલેજમાં એસોસિએટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ડો. રચિત કાલરિયાનાં માર્ગદર્શન હેઠળ વિનયન શાખાના અંગ્રેજી વિભાગમાં “EXISTENTIALISM IN THE SELECT NOVELS OF ARUN JOSHI, ANITA DESAI AND SHASHI DESHPANDE” વિષય પર મહાશોધ નિબંધ તૈયાર કરી મે – ૨૦૨૩માં રજુ કરતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી- રાજકોટ દ્વારા આ થીસીસને માન્ય રાખી Ph.D. (ડોક્ટોરેટ)ની પદવી એનાયત કરવામાં આવી છે.

- text

ડો.પીઠડીયા નિતીનકુમાર વિનોદરાયએ આ અગાઉ મોરબી તાલુકાની ટીંબડી પ્રાથમિક શાળા તેમજ માળિયા (મિ.) તાલુકાની મોડેલ સ્કૂલ– મોટી બરાર ખાતે પણ અંગ્રેજી વિષયના શિક્ષક તરીકે નિષ્ઠાપૂર્વક ઉતમ કામગીરી કરી છે. આ ઉપરાંત તેમણે અંગ્રેજી વિષયમાં અઘરી ગણાતી GSET તથા NET તેમજ GPSC CLASS – IIની પરિક્ષાઓમાં સફળતા મેળવીને હાલ અંગ્રેજી વિષયના વ્યાખ્યાતા તરીકે ડો. જીવરાજ એન. મહેતા સરકારી પોલીટેકનીક, અમરેલી ખાતે પોતાની ફરજ બજાવે છે. Ph.D. ની ડિગ્રી મેળવીને તેઓએ મચ્છુ કઠીયા સઈ સુથાર (દરજી) સમાજ – મોરબી તથા પરિવારનું નામ રોશન કર્યું છે. આ સિદ્ધિ બદલ તેઓને પરિવાર, મિત્રવર્તુળ તેમજ ચોતરફથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.

- text