મોરબી જિલ્લામાં તલાટી મંત્રીની પરીક્ષામાં 40 ટકા ઉમેદવાર ગેરહાજર

- text


કુલ 18180 માંથી 7189 ઉમેદવારો ગેરહાજર રહ્યા

મોરબી : મોરબી જિલ્લામાં આજે શાંતિપૂર્ણ માહોલમાં તલાટી મંત્રીની પરીક્ષા સંપન્ન થઈ હતી અને તલાટી મંત્રીની પરીક્ષામાં કુલ 18180 ઉમેદવારો નોંધાયા હતા. જેમાંથી 7189 ઉમેદવારો એટલે કે 40 ટકા ગેરહાજર રહ્યા હતા અને 10991 ઉમેદવારોએ તલાટી મંત્રીની પરીક્ષા આપી હતી.

તલાટી મંત્રીની પરીક્ષા એકદમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. જો કે તલાટી મંત્રીની પરીક્ષા માટે વહીવટી તંત્ર અને પોલીસ સ્ટાફ ખડેપગે રહ્યો હતો. પરિક્ષાર્થીઓ અધવચ્ચે ફસાયા હોય તો તેમને પરીક્ષા સ્થળે પહોંચાડવા માટે પોલીસે ખાસ વાહનોની વ્યવસ્થા કરી હતી. તેમજ યંગ ઇન્ડિયા ગ્રૂપે 1500 ઉમેદવાર ઉપરાંત તેમની સાથે આવેલા તેમના સગા સબધીઓ માટે એક દિવસ રહેવા અને જમવાની વ્યવસ્થા કરી હતી. તેમજ પરીક્ષા સ્થળે પણ પહોંચડયા હતા. આ તલાટી મંત્રીની પરીક્ષામાં પોલીસ ઉપરાંત સંસ્થા, સેવાભાવીઓ અને રીક્ષા ચાલકોએ પણ ઉમેદવારોની બનતી મદદ કરીને માનવતા દીપાવી હતી.

- text

- text