મોરબી જિલ્લાના પૂર્વ અને હાલના દાહોદ જિલ્લાના ડીપીઈઓ મયુર પારેખ એક લાખની લાંચ લેતા ઝડપાયા

- text


મોરબી : મોરબી જિલ્લાના પૂર્વ અને હાલ દાહોદ જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુર પારેખ શિક્ષકની બદલી કરવા પેટે રૂા. ૧ લાખની લાંચના છટકામાં ઝડપાઈ જતાં દાહોદની સાથે મોરબી જિલ્લા શિક્ષણ આલમમાં ખળભળાટ સાથે આ બાબત ચર્ચાસ્પદ બની છે.

અગાઉ બોર્ડની પરીક્ષાના સમયે પુર્વ દાહોદ જિલ્લા શિક્ષણાધિકારી કાજલ દવે માત્ર રૂા. ૧૦ હજારની લાંચમાં સપડાઈ જવાની ઘટના બની હતી ત્યારે આ બાદ તેઓનો આ ચાર્જ અગાઉ મોરબી ફરજ બજાવી ચૂકેલા પ્રાથમીક શિક્ષણાધિકારી મયુર પારેખને સોંપવામાં આવ્યો હતો ત્યારથી મયુર પારેખ દાહોદ જિલ્લા શિક્ષણાધિકારીનો ચાર્જ સંભાળતાં હતાં ત્યારે આજરોજ તેઓ પણ રૂા. ૧ લાખની લાંચ લેતાં એ.સી.બી. પોલીસના હાથ ઝડપાઈ જતાં સમગ્ર દાહોદ સહિત મોરબી જિલ્લા શિક્ષણ આલમમાં સ્તબ્ધતા સાથે ચકચાર મચી ગઇ છે. કારણ કે મયુર પારેખની મોરબી જિલ્લા શિક્ષણાધિકારી તરીકે કામગીરી પણ મોરબીના શિક્ષણ જગતમાં ચર્ચાસ્પદ હતી. મયુર પારેખે એક શિક્ષકની બદલી માટે પ્રથમ 5 લાખની લાંચ માંગી હતી. બાદમાં 4 લાખમાં નક્કી થયું હતું. અને તે પેટે અગાઉ 2 લાખ લઈ લીધા હતા. અને બાદમાં આ અંગે એસિબીમાં ફરિયાદ થતાં આજે વધુ એક લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપાઇ ગયા હતા.

- text

- text