ઉનાળો ડિલીટ થઈ ગયો !!! મોરબી પંથકમાં ફરી કમોસમી વરસાદી માહોલ

- text


મોરબી શહેરમાં રાત્રિના ઠંડા પવન સાથે વરસાદી ઝાપટાં : રસ્તા પર પાણી હાલતા થયા

મોરબી : જાણે કુદરતના ઋતુચક્રમાં આ વર્ષે ઉનાળો ડિલીટ થઈ ગયો હોય તેમ સૌરાષ્ટ્ર સહિત મોરબીમાં છેલ્લા ઘણા સમયથી ચોમાસાની ઋતુનો માહોલ જોવા મળી રહ્યો છે. વાદળછાયા વાતાવરણની વચ્ચે જાણે ચોમાસુ બેસી ગયું હોય તેમ સમયાંતરે વરસાદી ઝાપટાં પડી રહ્યા છે.

ત્યારે આજે શુક્રવારે રાત્રિના ઠંડા પવન સાથે મોરબી શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો હતો અને કમોસમી વરસાદથી રસ્તો પર પાણી હાલવા માંડ્યા હતા. મોરબી પંથકમાં સતત કમોસમી વરસાદથી ખેડૂતોને મોટાપાયે નુકશાન થયું છે. અને હજુ પણ કમોસમી વરસાદ યથાવત રહેતા ખેડૂતોની હાલત વધુ કફોડી બનતી જાય છે.

- text

- text