માળીયા, હળવદમાં પણ કમોસમી વરસાદ : મોરબીમાં રીક્ષા માથે છજાનો કાળમાટ પડ્યો

- text


વરસાદ દરમિયાન મોરબીના તખ્તસિંહજી રોડ પર રીક્ષા પર કાળમાટ પડ્યો : હળવદના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદ : માળીયા પંથક અને માળીયા હાઇવે પર ભારે વરસાદ

મોરબી: મોરબી જિલ્લામાં શુક્રવારે રાત્રિના ફરીથી મોરબી, હળવદ અને માળીયા પંથકમાં કમોસમી વરસાદી માહોલ સર્જાયો છે. જેના કારણે ખેડૂતોને ભારે નુકશાની થઈ છે. જ્યારે મોરબીમાં વરસાદ દરમિયાન મોરબીના તખ્તસિંહજી રોડ પર ઊભેલી રીક્ષા પર કોમ્પલેક્ષનો કાળમાટ પડ્યો હતો. જેમાં જૂના કોમ્પલેક્ષ નું છજુ તૂટી પડતાં તેનો કાટમાળ રીક્ષા પર પડતા રીક્ષામાં નુકશાન થયું હતું.

જ્યારે મોરબી અપડેટ હળવદના પ્રતિનિધિ મેહુલ ભરવાડના જણાવ્યા મુજબ હળવદના નવા ધનાળા, જુના ધનાળા, અજીતગઢ, મયુર નગર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં સાંજે પવન સાથે જોરદાર વરસાદ વરસ્યો હતો. આમ તો છેલ્લા સાતેક દિવસથી કમોસમી વરસાદ વરસે છે વરસાદની સાથે પવન પણ હોય જેના કારણે સૌથી વધુ ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે આજે ગ્રામ્ય વિસ્તારોમાં અંદાજે દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાનું ગામ લોકો જણાવી રહ્યા છે.

જ્યારે માળીયા પંથકમાં પણ રાત્રિના ભારે પવન સાથે ધોધમાર વરસાદી ઝાપટાં પડી રહ્યા નું સ્થાનિકોએ જણાવ્યું હતું. જ્યારે મોરબીના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે પવન સાથે વરસાદ પડ્યાની માહિતી મળી છે. આમ મોરબીમાં ભર ઉનાળે કમોસમી વરસાદી માહોલથી ખેડૂતોને મોટાપાયે નુકશાની થઈ છે.

- text

- text