જશાપર સીમમાં વીજળી પડયાની દુર્ઘટનામાં સરકારે રૂ. 7.37 લાખની સહાય ચૂકવી

- text


વીજળી પડતા યુવાન અને 111 બકરાના મોત નિપજ્યા હતા ; ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ કમર કસી માત્ર બે જ દિવસમાં સહાય મંજુર કરાવી

હળવદ : જશાપરની સીમમાં વીજળી પડતા યુવાન અને તેની 111 બકરાના મોત નિપજ્યાંની ઘટનાના બે દિવસ બાદ સરકાર તરફથી આજે રૂ. 7.33 લાખની સહાય ચુકવવામાં આવી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર ધાંગધ્રા તાલુકાના વ્રજપરનો યુવાન જશાપરની સીમમાં બે દિવસ પૂર્વે બકરા ચરાવવા ગયેલ ત્યારે કમોસમી વરસાદ સાથે વીજળી પડવાને લીધે ચેતનભાઈ સેલાભાઈ જાદવ અને તેમના 111 બકરાનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું.

આ દુર્ઘટના બાદ સરકારે તાત્કાલીક સહાય મંજુર કરી છે. આજે ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા તથા સુરસાગર ડેરીના ચેરમેન બાબાભાઈ ભરવાડ સહિતના આગેવાનો અને અધિકારીઓએ વારસદારોને સાંત્વના પાઠવી ચેક અર્પણ કર્યો હતા. જો કે દુર્ઘટના વેળાએ ધારાસભ્ય પ્રકાશ વરમોરા કર્ણાટકમાં ચૂંટણી પ્રચારમાં હતા. ત્યાંથી તેઓએ ફોન ઉપર અધિકારીઓ સાથે સંકલનમાં રહી સતત ફોલોઅપ લઈને માત્ર 2 જ દિવસમાં સરકારી સહાય મંજુર કરાવી છે.

- text

મૃતક યુવાનના વારસદારને ચાર લાખ તથા એક બકરાના ત્રણ હજાર લેખે એકસો અગિયાર બકરીના રૂ.ત્રણ લાખ તેત્રીસ હજાર મળીને કુલ રૂ.સાત લાખ તેત્રીસ હજારની સહાય ચૂકવવામાં આવી હતી.તેઓની સાથે ગામના સરપંચ વશરામભાઈ નાડોદા, ઉપસરપંચ મયાભાઈ જાદવ હાજર રહ્યા હતા

- text