મોરબીમાં તલાટીના ઉમેદવારો માટેની યંગ ઇન્ડિયા ગ્રુપની વ્યવસ્થાને બિરદાવતા હસમુખ પટેલ 

- text


પંચાયત સેવા બોર્ડના કાર્યકર અધ્યક્ષ હસમુખ પટેલે સેવાકીય પ્રવૃત્તિ બદલ યંગ ઇન્ડિયા ગ્રૂપનો ટ્વીટર ઉપર આભાર પ્રગટ કર્યો

મોરબી : મોરબીમાં તલાટીના ઉમેદવારો માટેની યંગ ઇન્ડિયા ગ્રુપની વ્યવસ્થાને પંચાયત સેવા બોર્ડના કાર્યકર અધ્યક્ષ હસમુખ પટેલે બિરદાવી છે. તેઓએ સેવાકીય પ્રવૃત્તિ બદલ યંગ ઇન્ડિયા ગ્રૂપનો ટ્વીટર ઉપર આભાર પણ પ્રગટ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે મોરબીમાં તા.7ના રોજ તલાટીની પરીક્ષા આપવા આવનાર વિદ્યાર્થીઓ માટે રહેવા જમવાની નિઃશુલ્ક વ્યવસ્થા યંગ ઇન્ડિયા ગૃપ દ્વારા કરવામાં આવી છે. દરેક જ્ઞાતિના તેમજ સમાજના પરિક્ષાર્થીઓ માટે શ્રેષ્ઠ સુવિધા ગોઠવવામાં આવી છે. જેમાં ભાઈઓ તથા બહેનોને રહેવા માટે અલગ અલગ સ્થળોએ વ્યવસ્થા કરાઈ છે.

ભાઈઓના રજીસ્ટ્રેશન માટે દિલીપ દલસાણીયા મો.નં. 8000827577, સંજયભાઈ રબારી મો.નં. 9624664464 તેમજ બહેનોના રજીસ્ટ્રેશન માટે કાજલબેન ચંડીભમ્મર મો.નં.9825488733 તેમજ ધરતીબેન બરાસરા મો.નં. 9825941704નો સંપર્ક કરવા જણાવાયું છે.

- text

- text