વૈશાખ તારા વહેતા પાણી ! વાંકાનેરમાં એક ઇંચ કમોસમી

- text


વાંકાનેર, ખેરવા સહિતના વિસ્તારમાં મેઘરાજાની એડવાન્સ સટાસટીથી નદી, નાળા વહેતા

વાંકાનેર : વૈશાખે અષાઢી માહોલ વચ્ચે આજે પણ મોરબી જિલ્લામાં કમોસમી કહેર વરસવાનું ચાલુ રહ્યું હતું, આજે સાંજે પાંચેક વાગ્યાના અરસામાં વાંકાનેર પંથકમાં એક ઇંચ જેટલો વરસાદ વરસી જતા ગ્રામ્ય વિસ્તારના નદી નાળા વહેતા થઈ ગયા હતા.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજે સાંજના પાંચેક વાગ્યાના અરસામાં અચાનક જ વાતાવરણમા બદલાવ સાથે વાંકાનેર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વૈશાખી મેઘરાજા એવા તે વરસ્યા હતા કે થોડી વારમાં જ 23 મીમી એટલે કે એક ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો.

- text

વધુમાં વાંકાનેરથી કુવાડવા પટ્ટી ઉપર ગ્રામ્ય વિસ્તારમાં પણ કમોસમી મેઘરાજાએ સટા સટી બોલાવતા ખેરવા સહિતના ગામોમાં નદી નાળા વહેવા લાગ્યા હતા અને ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો.

- text