મોરબીમાં તલાટી કમમંત્રીના પરીક્ષાર્થીઓ માટે યંગ ઇન્ડિયા ગૃપ રહેવા અને જમવાની વ્યવસ્થા કરશે

- text


યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા બહારગામના પરીક્ષાર્થીઓને મુશ્કેલી ન પડે તે માટે રહેવા અને જમવાની વ્યવસ્થા કરાઈ : રજીસ્ટ્રેશન કરાવવા અપીલ

મોરબી. : રાષ્ટ્રભાવનાને વરેલા મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા અન્ય જિલ્લામાંથી મોરબી ખાતે આગામી તા.૭/૦૫/૨૩(રવિવાર)ના રોજ તલાટી કમ મંત્રીની પરીક્ષા આપવા આવનાર સર્વધર્મ અને સર્વ જ્ઞાતિના પરીક્ષાર્થીઓ અને પરીક્ષાર્થીનીઓ માટે રહેવા તથા જમવાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. તો અન્ય જિલ્લામાંથી મોરબી આવનાર તમામ પરીક્ષાર્થીઓ અને પરીક્ષાર્થીનીઓને આ સેવા નો લાભ લેવાની અપીલ કરવામાં આવી છે.

મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મોરબી ખાતે તલાટી કમ મંત્રીની પરીક્ષા આપવા આવનાર સ્પર્ધાર્થીઓ અને પરીક્ષાર્થીનીઓ માટે રહેવા તેમજ જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જે માટે પરીક્ષાર્થીઓએ તારીખ ૦૬/૦૫/૨૩ (શનિવાર) રાત્રે ૦૮:૦૦ વાગ્યા સુધીમા પોતાનુ નામ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. રિપોર્ટિંગ વખતે આધારકાર્ડ અને કોલ લેટરની ઝેરોક્ષ ફોન નંબર સાથે જમા કરવાની રહેશે. લેડીસ અને જેન્ટ્સની અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવેલ છે.

- text

રજીસ્ટ્રેશન તથા બીજી માહિતી માટે નીચેના નંબરનો કોન્ટેક્ટ કરવો.

જેન્ટ્સ માટે:

દિલીપ દલસાણીયા

મો. 80008 27577

સંજયભાઈ રબારી

મો. 96246 64464

લેડીસ માટે:

કાજલબેન ચંડિભમ્મર

મો. 98254 88733

ધરતીબેન બરાસરા

મો. 98259 41704

- text