અબ આયા ઉંટ પહાડ કે નીચે ! મોરબીના સિરામિક ઉદ્યોગનો દેશ માટે સિંહ ફાળો, વિવેક બિન્દ્રાનો સ્વીકાર

- text


મોરબીની ટાઇલ્સને હલકી ગુણવતાની કહેનાર વિવેક બિન્દ્રાએ ટીવી ન્યુઝ ચેનલ ઉપર વધુ એક વખત માફી માંગી, પોતાની ભૂલ થયાનો સ્વીકાર પણ કર્યો

મોરબી : પોતાની જાતને મહાન મોટીવેશનલ સ્પીકર ગણાવતા વિવેક બિન્દ્રાએ મોરબીની ટાઇલ્સને હલકી ગુણવત્તાની કહેતા વિરોધ વંટોળ ઉઠ્યા બાદ માફી માંગી હતી અને તાજેતરમાં એક ટીવી ન્યુઝ ચેનલના ઇન્ટરવ્યૂમા પણ પોતાની ભૂલ થયાનું સ્વીકારી મોરબીના સિરામિક ઉદ્યોગનો દેશમાં સિંહ ફાળો હોવાનું સ્વીકારતા સિરામિક ઉદ્યોગમાં ખુશીની લહેર દોડી ઉઠી છે.

થોડા સમય પૂર્વે પોતાના બિલ્ડરો કેવી કેવી છેતરપિંડી કરે છે તે અંગેના એક વીડિયોમાં વિવેક બિન્દ્રાએ બિલ્ડરો ઇટાલિયન ટાઇલ્સના વાયદા કરી બાદમાં મોરબીની હલકી ટાઇલ્સ ધાબડી દેતા હોવાનું જણાવતો વિડીયો નિહાળી દેશ વિદેશીમાં કરોડો રૂપિયાનો બિઝનેશ કરતા મોરબીના સિરામિક ઉદ્યોગકારોએ ઉગ્ર વિરોધ દર્શાવી વિવેક બિન્દ્રા માફી માંગે અન્યથા કાનૂની કાર્યવાહી કરવા ચીમકી ઉચ્ચારતા અંતે વિવેક બિન્દ્રાએ પોતાનો આ વીડિયો હટાવી લઈ માફી માંગી હતી.

- text

દરમિયાન તાજેતરમાં એક ટીવી ન્યુઝ ચેનલના ઇન્ટરવ્યૂમાં પણ વિવેક બિન્દ્રાને બિઝનેશમેન સાથે પંગો કેમ લો છો તેમ કહી સવાલ ઉઠાવવામાં આવતા વિવેક બિન્દ્રાએ સ્વીકાર્યુ હતું કે મારી ભૂલ થઈ છે, મારો ઈરાદો એવો જરાપણ ન હતો કે મોરબીની ટાઇલ્સ ખરાબ છે. હકીકતમાં મોરબીમાં 1000 જેટલા ટાઇલ્સ એકમો આવેલા છે જે વિદેશમાં નિકાસ કરે છે. હકીકતમાં આ સિરામિક ક્લસ્ટરમા મોટી મોટી કંપનીઓની સાથે નાની કંપની પણ છે અને લોકલ બ્રાન્ડનો માલ કેટલાક બિલ્ડરો ખરીદી લોકોને છેતરતા હોવાનું કહેવાનો મતલબ હતો.

વધુમાં આ ટીવી શો દરમિયાન વિવેક બિન્દ્રાએ મોરબી સિરામિક ટાઇલ્સ ઉદ્યોગમાં બે મોઢે વખાણ કરી પોતાની ભૂલ થઈ હોવાનું સ્વીકારી વધુ એક વખત બે હાથ જોડી માફી માંગી હતી. વિવેક બિન્દ્રાની માફીનો આ વીડિયો જોઈ સિરામિક ઇન્ડસ્ટ્રીયલીસ્ટ અબ આયા ઊંટ પહાડ કે નીચે ઉક્તિ યાદ કરી ખુશ પણ થયા હતા.

- text