પત્નીએ વહેલી સવારે પરાણે ઝગાડતા પતિએ ગળેફાંસો ખાઈ લીધો

- text


હળવદના ઇસનપુર ગામની સીમમાં બનેલો બનાવ

હળવદ : હળવદ તાલુકાના ઇસનપુર ગામની સીમમાં ખેતમજૂરી કરતા ખેત મજૂરને તેની પત્નીએ વહેલી સવારે કામ માટે પરાણે ઝગાડતા બન્ને વચ્ચે બોલાચાલી બાદ પતિને લાગી આવતા પતિએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ હતી.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના વતની અને હાલમાં હળવદ તાલુકાના ઇસનપુર ગામની સીમમાં જાદવજીભાઈ કરશનભાઇ પરમારની વાડીએ રહી ખેત મજૂરી કરતા જુવાનસિંગ નસરિયાભાઈ રાઠવા ઉ.40ને તેમના પત્નીએ વહેલી સવારે ખેતીકામ માટે પરાણે ઝગાડતા બન્ને વચ્ચે ઝઘડો થયો હતો અને બાદમાં જુવાનસિંગે ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text