જપ્ત થયેલ હિટાચી મશીન છોડાવવા કોર્ટમાં નકલી સોલવંશી સર્ટિફિકેટ રજૂ કરનારા ત્રણ વિરુદ્ધ ફોજદારી

- text


વાંકાનેર સીટી પોલીસ મથકમાંથી હિટાચી છોડાવવા ત્રિપુટીએ કરેલો નકલીનો ખેલ ઊંધો પડ્યો : નામદાર કોર્ટના આદેશથી ફરિયાદ નોંધાઈ 

મોરબી : ખનીજ ચોરી મામલે વાંકાનેર સીટી પોલીસ મથકમાં કબ્જે કરાયેલા કિંમતી હિટાચી મશીન છોડાવવા માટે ત્રણ શખ્સોએ નામદાર મોરબી કોર્ટમાં રૂ.10.60 લાખનું નકલી સોલવંશી સર્ટિફિકેટ રજૂ કરતા નામદાર કોર્ટના આદેશ મુજબ કોર્ટને ગુમરાહ કરવા પ્રયાસ કરનાર અમદાવાદ અને થાનના ત્રણ શખ્સો વિરુદ્ધ ભારેખમ કલમો મુજબ ગુન્હો નોંધવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ગેરકાયદેસર ખનીજચોરી માટે ખોદકામ કરવામાં ઉપયોગમાં લેવાયેલ હિટાચી મશીન કબ્જે લેવાયા બાદ નામદાર હાઇકોર્ટના હુકમ મુજબ રૂ.10.60 લાખનું સોલવંશી સર્ટિફિકેટ મોરબી કોર્ટમાં રજૂ કરવા આદેશ કરવામાં આવતા અમદાવાદ નરોડાના દિનેશભાઇ ભાણજીભાઇ વાઢેર, મોરથળા થાનના રાજુભાઇ બુટાભાઇ ફાંગલીયાએ નામદાર મોરબી કોર્ટમાં અમદાવદ તાલુકા મામલતદારનું સોલવંશી સર્ટિફિકેટ રજૂ કર્યું હતું. આ સોલવંશી સર્ટિફિકેટ નકલી હોવા અંગે શંકા જતા પોલીસે નામદાર કોર્ટના આદેશ મુજબ ક્રોસ વેરિફિકેશન કરતા અમદાવાદના દેવેન્દ્રભાઇ નાથાભાઇ પંડયા મારફતે આ બન્ને શખ્સોએ આ સર્ટિફિકેટ છળકપટથી બોગસ બનાવ્યું હોવાનું ખુલ્યું હતું.

- text

વધુમાં નામદાર મોરબી કોર્ટના આદેશ હેઠળ આ સમગ્ર મામલે સીટી બી ડિવિઝન પોલીસે અમદાવાદ નરોડાના દિનેશભાઇ ભાણજીભાઇ વાઢેર, મોરથળા થાનના રાજુભાઇ બુટાભાઇ ફાંગલીયા અને અમદાવાદના દેવેન્દ્રભાઇ નાથાભાઇ પંડયા વિરુદ્ધ આઇપીસી કલમ 120(b), 200, 420, 465, 466, 467, 468, 471 મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text