બાઈક ચાલક માટે કૂતરું કાળ બન્યું 

- text


મોરબીના થોરાળા નજીક એકાદ માસ પહેલા અચાનક કુતરૂ આવી જતા ઈજાગ્રસ્ત થયેલા બાઈક ચાલકનું સારવારમાં મૃત્યુ 

મોરબી : મોરબી તાલુકાના થોરાળા ગામ નજીક એકાદ માસ પહેલા બાઈક લઈને જઈ રહેલા મૂળ અયોધ્યા ઉત્તરપ્રદેશના રહેવાસી યુવાનના બાઈક આડે અચાનક કૂતરું ઉતરતા અકસ્માતમાં ઈજાગ્રસ્ત બનેલા યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.

બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી જાણવા મળતી વિગતો મુજબ ગત તા.8માર્ચના રોજ થોરાળા ગામની સીમમાં વૈભવ પોલીપેલ નામના કારખાનામાં કામ કરતો રામનારાયણ લાલજી વર્મા ઉ.21 નામનો યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે થોરાળા ગામના પાટીયા પાસે બાઈક આડે અચાનક કલ બનીને કૂતરું આડુ ઉતરતા ગંભીર ઈજાઓ પહોંચતા મોરબી આયુષ હોસ્પીટલ સારવાર કરાવેલ બાદ વધુ સારવાર માટે અમદાવાદ સીવીલ હોસ્પીટલમાં ખસેડવામાં આવતા તા.12 માર્ચના રોજ મૃત્યુ નિપજતા આ બનાવ અંગે મૃતક યુવાનના પિતા લાલજી રામતેજભાઇ વર્માએ પોલીસને જાણ કરતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text