વવાણીયા ગામે વાડામાંથી 49 બોટલ દારૂ ઝડપાયો, આરોપી ફરાર 

- text


મોરબી : માળીયા તાલુકાના વવાણીયા ગામે પોલીસે બાતમીને આધારે વાડામાં દરોડો પાડી વ્હીસકી અને વોડકાની 49 બોટલ કબ્જે કરી હતી, જો કે, દરોડા દરમિયાન વાડાનો માલીક હાજર નહીં મળી આવતા પોલીસે આરોપીને ફરાર દર્શાવી રૂપિયા 16350નો મુદામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ અન્વયે કાર્યવાહી કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ માળીયા મિયાણા પોલીસે વવાણીયા ગામથી બગસરા ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ સાગર રામભાઈ સવસેટાના કબ્જા ભોગવટા વાળા વાડામાં દરોડો પાડી મેકડોવેલ્સ નં-1 વ્હીસ્કીની બોટલો નંગ-22 કિ. રૂ.8250 તથા ગ્રેવીટી ગ્રીન એપલ ફ્લેવર્ડ વોડકાની બોટલો નંગ-27 કિ. રૂ.8100 એમ કુલ રૂ.16350નો મુદામાલ કબ્જે કરી આરોપી સાગર રામભાઈ સવસેટા હાજર નહીં મળી આવતા ફરાર દર્શાવી પ્રોહિબિશન એક્ટ મુજબ ગુન્હો નોંધ્યો હતો.

- text

- text