મોરબી ફાયર વિભાગ દ્વારા અગ્નિશમન સેવાના શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ

- text


મોરબીઃ મોરબી નગરપાલિકાના ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ દ્વારા આજ રોજ 14 એપ્રિલના રોજ “અગ્નિશમન સેવા દિન” નિમિત્તે અગ્નિશમન સેવાનાં તમામ નામી-અનામી વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

“અગ્નિશમન સેવા દિનની ઉજવણી પાછળના હેતુની વાત કરીએ તો 14 એપ્રિલ 1944ના રોજ મુંબઈ ડોકયાર્ડમાં વિસ્ફોટક ભરેલા દારૂગોળા તથા અન્ય અતિ જ્વલનશીલ માલ સામાન ભરેલા એક “એસ. એસ. ફોર્ટ સ્ટાઈકીન” બ્રિટીશ માલવાહક જહાજમાં ભયંકર ધડાકા સાથે આગ લાગી હતી. આ આગ બુઝાવાની કામગીરી દરમ્યાન મુંબઈ ફાયર બ્રિગેડના 66 જવાનોએ લોક સલામતી કાજે પોતાના જાનની પરવાહ કર્યા વગર દેશની માલ મિલકતનું રક્ષણ કરવા પોતાના જીવનું બલિદાન આપ્યું હતું. સાથે 300થી વધારે અન્ય લોકો પણ આ ધડાકાનો ભોગ બન્યા હતા.

કુદરતી હોનારતો અને માનવસર્જીત હોનારતોમાં લોકોનાં જાન-માલનું રક્ષણ કરવા પોતાનો જીવ ન્યોછાવર કરી પ્રાણની આહુતિ આપી ફાયર બ્રિગેડનું ગૌરવ વધારનાર નામી-અનામી શહીદોની યાદમાં ભારત સરકારના આદેશથી દર વર્ષે 14મી એપ્રિલના રોજ “અગ્નિશમન સેવા દિન” તરીકે મનાવી અગ્નિશમન સેવાનાં તમામ નામી-અનામી વીર શહીદોને શ્રદ્ધાંજલી આપવામાં આવે છે. ત્યારે આજ રોજ મોરબી નગરપાલિકાના ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ દ્વારા વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

- text

- text