ટંકારાના હડમતીયામાં રવિવારે મોતીયા અને વેલના ઓપરેશનનો ફ્રિ કેમ્પ

- text


ટંકારા : ટંકારા તાલુકાના હડમતીયા ગામે આવેલ કુમાર શાળા નવા પ્લોટમાં તા.16 એપ્રિલને રવિવારે સવારે 9 થી 1 દરમિયાન સૃષ્ટિ સેવા યોજના અંતર્ગત મોતીયા અને વેલના ઓપરેશનની યોજનાના ફ્રિ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો લોકોને લાભ લેવાની અપીલ કરવામાં આવી છે.

મોતીયા અને વેલના ઓપરેશનની યોજનામાં ફક્ત નેત્રમણીનો ચાર્જ દર્દીઓને આપવાનો રહેશે. અન્ય લેસર મશીન ચાર્જ, ઓપરેશન ચાર્જ, ડોકટર ચાર્જ, ઓપરેશનમાં વપરાતી દવાનો ચાર્જ, એનેસ્થીયા ચાર્જ ફ્રિ રહેશે.આંખની સંપૂર્ણ તપાસ, સારવાર, સલામતી માટેના 10 અદ્યતન મશીનો વડે ફ્રી તપાસ, યુરોપના લેસર મશીન દ્વારા અદ્યતન ફેકોઇમલસીફિકેશન પદ્ધતિથી ઓપરેશન કરવામાં આવશે.10 વર્ષ તથા 30 હજારથી વધુ લેસર ઓપરેશનનો અનુભવ ધરાવતા ડો. ચિખીલિયા તપાસ તથા ઓપરેશન કરી આપશે. યોજનાના કાર્ડના રજિસ્ટ્રેશન માટે આધારકાર્ડ લાવવું ફરજિયાત છે.

- text

- text