મોરબીમાં માસુમ બાળકી ઉપર દુષ્કર્મ ગુજારનાર નરાધમને 20 વર્ષની કેદ 

- text


વર્ષ 2020માં નોંધાયેલ ગુન્હામાં મોરબી પોક્સો કોર્ટ દ્વારા કડક ચુકાદો : ભોગ બનેલ બાળકીને 4 લાખનું કમ્પૅન્શેસન ચૂકવવા આદેશ 

મોરબી : મોરબીના ધરમપુર રોડ ઉપર લાભનગર સોસાયટીમાં વર્ષ 2020માં પાંચ વર્ષની માસુમ બાળકીને હવસનો શિકાર બનાવનાર નરાધમ શખ્સને આજે નામદાર મોરબી પોક્સો કોર્ટે 20વર્ષની કેદની સજા ફટકારતો આકરો હુકમ કર્યો હતો.

આ કેસની વિગત જોઈએ તો મોરબીના ધરમપુર રોડ ઉપર લાભનગરમાં રહીને જીવનનિર્વાહ કરતા ઉત્તરપ્રદેશના પરિવારની પાંચ વર્ષની માસુમ દીકરીને હવસનો શિકાર બનાવી આરોપી રવિ પરમસુખ બધેલે દુષ્કર્મ ગુજારતા બાળકી હતપ્રભ બની ગઈ હતી અને આ અંગેની જાણ માતાને થતા આ મામલે ગુન્હો નોંધાયો હતો. દરમિયાન નામદાર મોરબી સ્પેશિયલ પોક્સો કોર્ટ દ્વારા આ ગંભીર કેસમાં 12 મૌખિક અને 23 દસ્તાવેજી પુરાવા ધ્યાને લઈ મદદનીશ સરકારી વકીલ સંજયભાઈ દલીલોને ધ્યાને લઈ નરાધમ આરોપી રવિ પરમસુખ બધેલને 20 વર્ષની કેદ અને 23 હજારનો દંડ ફટકાર્યો છે. આ કેસમાં નામદાર પોક્સો કોર્ટ દ્વારા ભોગ બનનાર બાળકી માટે રૂપિયા 4લાખનું વળતર અને આરોપી દંડ ભારે તે રકમ વળતરરૂપે ચૂકવવા પણ હુકમ કરાયો છે.

- text

- text