વવાણીયામાં કાલે રવિવારે સુપર સ્પેશિયાલિટી મેગા મેડિકલ કેમ્પ : સર્જરી સુધીની સારવાર ફ્રી

- text


શ્રીમદ્દ રાજચંદ્ર મિશન -ધરમપુર આયોજિત કેમ્પમાં ભારતના તેમજ વિદેશના સુપર સ્પેશિયાલિસ્ટ તબીબોની ટિમ આપશે સેવા : કોઈ પણ ગંભીર સમસ્યાની પણ થશે સારવાર, મોરબીથી આવવા-જવા બસની પણ સુવિધા

મોરબી : શ્રીમદ્દ રાજચંદ્ર મિશન -ધરમપુર દ્વારા મોરબીના વવાણીયામાં માતૃશ્રી રામબાઈમા મંદિર ખાતે કાલે તા.9ને રવિવારે સવારે 9થી સાંજે 4 સુધી સુપર સ્પેશિયાલિટી મેગા મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં ભારતના તેમજ વિદેશના સુપર સ્પેશિયાલિસ્ટ તબીબોની ટિમ આપશે સેવા આપવાની છે.

આ કેમ્પમાં સામાન્ય રોગોથી લઈને જટિલ રોગોની સારવાર અને સર્જરી સાવ નિઃશુલ્ક કરી આપવામાં આવશે. આ મેગા મેડિકલ કેમ્પમાં જરૂરિયાતમંદ દર્દીઓની તપાસ, નિદાન, સારવાર, દવા આદિ સાથે લોહીની તપાસ, ચશ્મા, સોનોગ્રાફી, સિટી સ્કેન, કાનના મશીનો જેવા અનેક નાના મોટા સાધનો બિલકુલ ફ્રી આપવામાં આવશે.એટલું જ નહીં, નિષ્ણાત ડૉકટરો દ્વારા નાના કે મોટા ઓપરેશન પણ બિલ્કુલ નિઃશુલ્ક કરી આપવામાં આવશે.

- text

આ કેમ્પમાં જનરલ મેડિસિન, જનરલ સર્જરી, વિકલાંગ ચિકિત્સા, પ્રસુતિ અને સ્ત્રી રોગ ચિકિત્સા, બાળરોગ ચિકિત્સા, બાળકોના ઓપરેશન, હદયરોગ ચિકિત્સા, કેન્સર ચિકિત્સા, લોહીના કણોની ચિકિત્સા, કાન-નાક અને ગળાની ચિકિત્સા, ચામડીના રોગોની ચિકિત્સા, પ્રોસ્ટ્રેટ ચિકિત્સા, કિડની ચિકિત્સા, કરોડરજ્જુ અને હાડકાની ચિકિત્સા, આંતરડાની ચિકિત્સા, જ્ઞાનતંતુની ચિકિત્સા, માનસિક રોગોની ચિકિત્સા, નેત્રરોગ ચિકિત્સા, દાંતના રોગોની ચિકિત્સા, રેડિયોલોજી, પેથોલોજી લેબ, ફાર્મસી, ફિઝિયોથેરાપી, એક્યુપેશનલ થેરાપી, પોષણ મૂલ્યાંકન અને સ્વાસ્થ્ય જાગૃતિ સહિતને લગતું નિદાન અને સારવાર મળશે. દરેક શાખાના વિશેષજ્ઞ ડૉકટરની સેવાનો લાભ લેવા દરેક જરૂરિયાતમંદ દર્દીને આવકાર અપાયો છે. વધુ વિગત માટે મો.નં. 9484439232 ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

- text